Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પિતા સૈફના લગ્નમાં અમૃતા સિંહે સારાને અપાવ્યો 'સૌથી સુંદર લહેંગો'

પિતા સૈફના લગ્નમાં અમૃતા સિંહે સારાને અપાવ્યો 'સૌથી સુંદર લહેંગો'

03 October, 2019 05:20 PM IST | મુંબઈ ડેસ્ક

પિતા સૈફના લગ્નમાં અમૃતા સિંહે સારાને અપાવ્યો 'સૌથી સુંદર લહેંગો'

સારા અલી ખાન

સારા અલી ખાન


બોલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન હંમેશા લોકોમાં ચર્ચાનું કેન્દ્ર રહેતી હોય છે. ત્યારે હવે તે તેની માતા અમૃતા સાથે ફરી ચર્ચાનું કેન્દ્ર બની છે. તમને ખ્યાલ જ હશે કે સારા અલી ખાન પોતાની માતા અમૃતા સિંહની કેટલી નજીક છે. સારા જેટલી અમૃતા સિંહની નજીક છે, તેટલો જ પ્રેમ તે પિતા સૈફ અલી ખાનને પણ કરે છે અને તેટલું જ સન્માન તે કરીના કપૂરનું પણ કરે છે. 'કૉફી વિથ કરણ' માં એક વાર સારાએ જણાવ્યું કે જ્યારે તેને સેફ અને કરીનાના લગ્ન વિશે ખબર પડી તો તે થોડી અપસેટ થઈ હતી. પણ તેની માતા અમૃતા સિંહે સમજાવ્યું જેના પછી તે લગ્નમાં સામેલ થઈ.

 
 
 
View this post on Instagram

Eid Mubarak ?✨?

A post shared by Sara Ali Khan (@saraalikhan95) onJun 4, 2019 at 9:37pm PDT




હવે સારાએ સૈફ અને કરીનાના લગ્ન સાથે જોડાયેલી વધુ એક રસપ્રદ વાત જણાવી છે. તાજેતરમાં સારાએ હેલો મેગઝીન માટે એક ફોટોશૂટ કરાવ્યું છે. દરમિયાન મેગઝીન સાથે વાત કરતાં સારાએ જણાવ્યું કે, "જ્યારે મારા પપ્પા કરીના સાથે લગ્ન કરવા જઈ રહ્યા હતા ત્યારે મને સારી રીતે યાદ છે કે હું મમ્મી સાએથ લૉકર પાસે ગઈ હતી અને ત્યાંથી જ્વેલરી કાઢવા લાગી. મેં મમ્મીને પૂછ્યું કે મારે કયા ઝૂમકા પહેરવા જોઇએ? તેના પછી તેમણે સંદીપ અને અબૂને બોલાવ્યા અને કહ્યું, "સૈફ લગ્ન કરવા જઈ રહ્યા છે અને મારી ઇચ્છા છે કે સારા સૌથી સુંદર લહેંગો પહેરે."

આ પણ વાંચો : આવી જઈ રહી છે આપણા સેલેબ્સની નવરાત્રી..જુઓ તસવીરો


જણાવીએ કે કરીના કપૂર ભલે સારાની સાવકી મા હોય, પણ સારા તેનું ખૂબ જ સન્માન કરે છે. ફેમિનાને આપેલા ઇન્ટરવ્યૂમાં સારાએ પોતાની અને કરીના વચ્ચેની બૉન્ડિંગને લઇને ખુલીને વાત કરી. તેણે કહ્યું હતું કે કરીના તેની માતા નહીં પણ તેની મિત્ર છે. પણ તેનાથી પણ વધારે તે તેનું સન્માન એટલા માટે કરે છે કારણકે તે તેના પિતા સૈફ અલી ખાનની પત્ની છે.

Whatsapp-channel Whatsapp-channel

03 October, 2019 05:20 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK