Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ...ત્યારે પિતાને પહેલી વખત રડતા જોયા હતા અમિતાભ બચ્ચને

...ત્યારે પિતાને પહેલી વખત રડતા જોયા હતા અમિતાભ બચ્ચને

10 January, 2021 05:26 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

...ત્યારે પિતાને પહેલી વખત રડતા જોયા હતા અમિતાભ બચ્ચને

...ત્યારે પિતાને પહેલી વખત રડતા જોયા હતા અમિતાભ બચ્ચને


અમિતાભ બચ્ચને જણાવ્યું છે કે ‘કૂલી’માં થયેલા ઍક્સિડન્ટ બાદ ટ્રીટમેન્ટ કરીને ઘરે પાછો આવ્યો ત્યારે મેં પિતાને પહેલી વખત રડતા જોયા હતા. ટ્વિટર પર અમિતાભ બચ્ચનના ૪૫ મિલ્યન ફૉલોઅર્સ છે. એ બદલ તેમને અભિનંદન આપતાં જાસ્મિન નામની એક ફૅને એ જૂનો ફોટો શૅર કર્યો હતો. એ ફોટોમાં અમિતાભ બચ્ચન તેમના પિતા હરિવંશ રાય બચ્ચનને પગે લાગી રહ્યા છે. એ ફોટોને ટ્વિટર પર શૅર કરીને અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું કે ‘આ કૅપ્શનમાં ૪૫ મિલ્યન ફૉલોઅર્સ હોવાનું જણાવવામાં આવ્યું છે. થૅન્ક યુ જાસ્મિન. જોકે આ ફોટો ઘણું બધું કહી જાય છે. આ એ ક્ષણનો ફોટો છે જ્યારે હું ‘કૂલી’માં થયેલા ઍક્સિડન્ટ બાદ મોતના મોંમાંથી બચીને પાછો આવ્યો હતો. એ દરમ્યાન પહેલી વખત મેં મારા પિતાને રડતા જોયા હતા. બાજુમાં ઊભેલો નાનકડો અભિષેક પણ ચિંતિત છે.’


Whatsapp-channel Whatsapp-channel

10 January, 2021 05:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK