તબીયત ખરાબ છતાં દિવસના 18 કલાક કામ કરીને અમિતાભે એક દિવસમાં કર્યા આટલા એપિસોડ

Published: Nov 17, 2019, 14:16 IST | Mumbai Desk

બીયત સારી થઈ કે અમિતાભ પાછાં સેટ પર આવી ગયા અને કેમેરા સામે પોતાનો જલવો વિખેરવા લાગ્યા

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ઘણાં સમયથી બીમાર છે. તાજેતરમાં જ તેમને હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા અને તેના પછી તેમણે તબીયત ખરાબ થવાની માહિતી પણ આપી હતી. બિગ બીની તબીયત ભલે ખરાબ હોય, પણ તેમણે ક્યારેય કામ નથી છોડ્યું. જરાંક એવી તબીયત સારી થઈ કે અમિતાભ પાછાં સેટ પર આવી ગયા અને કેમેરા સામે પોતાનો જલવો વિખેરવા લાગ્યા

થોડાંક દિવસ પહેલા જ અમિતાભ બચ્ચન તબીયતને કારણે રેસ્ટ કરી રહ્યા હતા અને કેટલાક દિવસ સુધી શૂટિંગ ન કરી. પણ, હવે તબીયત બરાબર થયા પછી અમિતાભ પાછાં સેટ પર આવી ગયા અને સતત કામ કરી રહ્યા છે. તાજેતરમાં લખેલી એક પોસ્ટમાં તેમણે જણાવ્યું કે તે 18 કલાક કામ કરી રહ્યા છે. હકીકતે, કેટલાક દિવસ રેસ્ટ કરવાથી કોન બનેગા કરોડપતિના એપિસોડ શૂટ થઈ શક્યા ન હતા અને હવે આગળના શૂટ કરવા જરૂરી હતા.

એવામાં અમિતાભ બચ્ચને 18 કલાક એક દિવસમાં કામ કરીને પોતાના એપિસોડ પૂરા કર્યા છે. તેમણે પોતાના બ્લૉગમાં એ પણ જણાવ્યું કે તેમણે એક દિવસમાં કોન બનેગા કરોડપતિના 3 એપિસોડ પૂરા કર્યા છે. તેમણે પોતાના બ્લૉગમાં એ પણ જણાવ્યું કે એક જ પણ જણાવ્યું કે તેમણે એક જ દિવસમાં 3 એપિસોડ પૂરા કર્યા અને તેઓ સતત કામ કરી રહ્યા છે. 77 વર્ષની ઉંમરમાં અમિતાભ બચ્ચનનો આ જોશ ચોંકાવનારો છે.

આ બ્લૉગ સિવાય અમિતાભ બચ્ચન આરામ કર્યા બાદ સેટ પર પહોંચ્યા હતા તો તેમણે ટ્વીટ કરીને આની માહિતી આફી હતી. આ ટ્વીટમાં અમિતાભ બચ્ચને કોન બનેગા કરોડપતિના સેટની તસવીરો અપલોડ કરી હતી અને તસવીર સાથે લખ્યું કે There is no work without work.

આ પણ વાંચો : Urvashi Rautela: બૉલીવુડની આ એક્ટ્રેસની સુંદર તસવીરો ફૅન્સને બનાવે છે ક્રેઝી

જણાવીએ કે અમિતાભ બચ્ચનનું 75 ટકા લિવર ખરાબ છે અને તે 25 ટકા લિવરને આશરે આટલાં એક્ટિવ દેખાય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK