Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અમિતાભ બચ્ચનની આંખમાં આ દિકરીના કારણે આવ્યા આંસુ, જુઓ વીડિયો

અમિતાભ બચ્ચનની આંખમાં આ દિકરીના કારણે આવ્યા આંસુ, જુઓ વીડિયો

24 June, 2019 06:29 PM IST | મુંબઈ

અમિતાભ બચ્ચનની આંખમાં આ દિકરીના કારણે આવ્યા આંસુ, જુઓ વીડિયો

File photo

File photo


સદીના મહાનાયક અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર એક વીડિયો શૅર કર્યો છે. જેમાં એક પિતા પોતાની મૂકબધિર પુત્રીના લગ્નમાં ગીત ગાઈ રહ્યા છે. આ વીડિયો જોયા બાદ ખુદ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન પણ ભાવુક થઈ ગયા. અને તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ વીડિયો શૅર કર્યો છે. તેમણે આ વીડિયો શૅર કરીને લખ્યું કે વીડિયો જોતા જોતા તેમની આંખોમાં આંસુ આવી ગયા.

ખાસ વાત એ છે કે આ વીડિયોમાં દેખાતા તમામ લોકો ભાવુક બની ગયા છે. અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર આ પ્રકારના વીડિયો શૅર કરતા રહે છે, જે દિલને ટચ કરી જાય. બિગ બી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, અને આ માધ્યમથી જ પોતાના ફેન્સના સંપર્કમાં પણ રહે છે.



આ છે એ વીડિયો



અમિતાભ બચ્ચન આ ઉંમરે પણ સતત જુદી જુદી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે, અને વ્યસ્ત છે. હાલ તેઓ બ્રહ્માસ્ર અને ગુલાબો સિતાબોના શૂટિંગમાં વ્યસ્ત છે. બ્રહ્માસ્ત્રમાં તેમની સાથે રણબીર કપૂર, અને આલિયા ભટ્ટ લીડ રોલમાં છે. તો ગુલાબો સિતાબોમાં અમિતાભ ભચ્નચ આયુષ્માન ખુરાના સાથે દેખાશે. આ ઉપરાંત અમિતાભ બચ્ચને તાજેતરમાં જ ઈમરાન હાશ્મી સાતે ચેહરે ફિલ્મ પણ સાઈન કરી છે.

આ પણ વાંચોઃ માયરા દોશીઃસુપરક્યુટ છે આ 'ચાસણી' ગર્લ, ફોટોઝ પણ લાગશે વ્હાલા

અમિતાભ બચ્ચને હાલમાં જ ૧૪ મિનિટનું દૃશ્ય એક જ ટેકમાં શૂટ કર્યું હતું. તેઓ ઇમરાન હાશ્મી સાથેની ‘ચેહરે’નું શૂટિંગ કરી રહ્યા હતા. આ ફિલ્મને રુમી જાફરીએ પ્રોડ્યુસ કરી છે અને આનંદ પંડિતે ડિરેક્ટ કરી છે. અમિતાભ બચ્ચનના દૃશ્ય વિશે આનંદ પંડિતે કહ્યું હતું કે ‘મને ખુશી છે કે હું એવી ફિલ્મનો એક ભાગ છું જેમાં એક ઐતિહાસિક દૃશ્ય છે. ૧૪ મિનિટનું દૃશ્ય કરવું મુશ્કેલ જ નથી, પરંતુ એ માટે એક અલગ જ પ્રકારના ડેડિકેશનની જરૂર પડે છે. આ દૃશ્યને અમિતાભજીએ ખૂબ જ સરળતાથી ભજવ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

24 June, 2019 06:29 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK