કોરોના રિપોર્ટ નેગેટિવના અહેવાલો વચ્ચે બચ્ચન સા'બે કર્યું ટ્વીટ

Updated: Jul 23, 2020, 17:18 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai Desk

અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ, ટૂંક સમયમાં જ મળશે હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આવા અહેવાલો વચ્ચે અમિતાભ બચ્ચને પોતે કર્યું ટ્વીટ

અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ, ટૂંક સમયમાં જ મળશે હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ
અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ, ટૂંક સમયમાં જ મળશે હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ
કોરોના (Coronavirus)થી સંક્રમિત થયા બાદ અમિતાભ બચ્ચન(Amitabh Bachchan)ને નાણાવટી હૉસ્પિટલ(Nanavati Hospital)માં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેમના ચાહકો માટે સારા સમાચાર એ છે કે 11 જુલાઇથી હૉસ્પિટલમાં પોતાની સારવાર કરાવતાં અમિતાભ બચ્ચનનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ(Corona report tested Negative આવ્યો છે એવા અહેવાલો વચ્ચે અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને જણાવ્યું કે આ સમાચાર ખોટાં છે.
સૂત્રએ નામ ન આપવાની શરતે એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે કોરોના ટેસ્ટ સિવાય તેમનું બ્લડ ટેસ્ટ, સીટી સ્કેન પણ કરવામાં આવ્યું અને તેમના તમામ ટેસ્ટના રિપોર્ટ્સ નોર્મલ આવ્યા છે.
 
કોરોના પૉઝિટીવ હોવાને કારમે અમિતાભ બચ્ચનને તે જ દિવસે નાણાવટીમાં દાખલ કરવામાં આવ્યા. અભિષેક બચ્ચનની સ્થિતિ હાલ સામાન્ય છે અને એવામાં બન્નેને એકસાથે જ રજા આપવાની ચર્ચા થઈ રહી છે. જો કે, હજી હૉસ્પિટલ કે અન્ય કોઇ સૂત્રએ આ વાતની પુષ્ઠિ કરી નથી કે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને ડિસ્ચાર્જ ક્યારે આપવામાં આવશે. પણ કહેવામાં આવી રહ્યું છે કે બન્નેને એકાદ-બે દિવસમાં હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપી દેવામાં આવી શકે છે.
 
જણાવવાનું કે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને કોરોનાના સામાન્ય લક્ષણો હોવાથી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, તો કોરોનાની ચપેટમાં આવેલાં ઐશ્વર્યા અને 8 વર્ષની દીકરી આરાધ્યા 'જલસા'માં જ ક્વૉરંટાઇન હતાં, પણ તાવ અને શ્વાસ લેવામાં તકલીફ અને ગળામાં દુઃખાવો થવાને કારમે ઐશ્વર્યા દીકરી આરાધ્યા સાથે 17 જુલાઇની રાતે નાણાવટી હૉસ્પિટલમાં દાખલ થઈ હતી.
 
સૂત્રો પ્રમાણે ઐશ્વર્યા રાય અને આરાધ્યાની તબિયત અત્યારે બરાબર છે પણ હાલ એ કહી નહીં શકાય કે ઐશ્વર્યા અને આરાધ્યાને અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન સાથે હૉસ્પિટલમાંથી રજા મળશે કે નહીં. શક્ય છે કે તેમને હજી કેટલાક દિવસ હૉસ્પિટલમાં રહેવું પડે.
Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK