Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મિસ્ટરી-થ્રીલરમાં પહેલી વાર સાથે કામ કરશે બિગ બી અને ઇમરાન હાશ્મી

મિસ્ટરી-થ્રીલરમાં પહેલી વાર સાથે કામ કરશે બિગ બી અને ઇમરાન હાશ્મી

12 April, 2019 11:47 AM IST |

મિસ્ટરી-થ્રીલરમાં પહેલી વાર સાથે કામ કરશે બિગ બી અને ઇમરાન હાશ્મી

 મિસ્ટરી-થ્રીલરમાં પહેલી વાર સાથે કામ કરશે બિગ બી અને ઇમરાન હાશ્મી


અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી બહુ જલદી એક મિસ્ટરી-થ્રીલરમાં જોવા મળશે. અમિતાભ બચ્ચને છેલ્લે રિવેન્જ-થ્રીલર ‘બદલા’માં કામ કર્યું હતું, જેને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. ઇમરાન અને બિગ બી પહેલી વાર સાથે કામ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મને ‘લાઇફ પાર્ટનર’ અને ‘ગૉડ તુસી ગ્રેટ હો’ના ડિરેક્ટર રૂમી જાફરી ડિરેક્ટ કરશે. ‘બાઝાર’, ‘ટોટલ ધમાલ’, ‘સરકાર ૩’ અને ‘પ્યાર કા પંચનામા ૨’ જેવી ફિલ્મોને પ્રોડ્યુસ કરનાર આનંદ પંડિત આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ એક મિસ્ટરી-થ્રીલર છે જેનું શૂટિંગ મેમાં શરૂ કરવામાં આવશે. આ તમામ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરતાં બિગ બીએ લખ્યું હતું કે ‘ઘણા લાંબા સમયે કરેલું કમિટમેન્ટ હવે આનંદ પંડિતની ફિલ્મ દ્વારા પૂÊરું થઈ રહ્યું છે. આ ફિલ્મમાં મારી સાથે ઇમરાન હાશ્મી પણ જોવા મળશે અને રુમી જાફરી એને ડિરેક્ટ કરશે. ફિલ્મ૨ ૨૦૨૦ની ૨૧ ફેબ્રુઆરીએ રિલીઝ કરવામાં આવશે.’

આ પણ વાંચોઃ સંગીતના જાદુગર જિગર સરૈયાની આવી છે પર્સનલ લાઈફ, જુઓ ફોટોઝ


Whatsapp-channel Whatsapp-channel

12 April, 2019 11:47 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK