Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બહુ થયા ગંભીર રોલ, હવે કૉમેડી કરવી છે: અમિત સાધ

બહુ થયા ગંભીર રોલ, હવે કૉમેડી કરવી છે: અમિત સાધ

15 December, 2020 03:30 PM IST | Mumbai
Nirali Dave

બહુ થયા ગંભીર રોલ, હવે કૉમેડી કરવી છે: અમિત સાધ

અમિત સાધ

અમિત સાધ


૨૦૨૦માં ‘બ્રીધ: ઇન્ટુ ધ શેડોઝ’, ‘શકુંતલાદેવી’, ‘અવરોધ: ધ સીજ વિધિન’ અને ‘યારા’ જેવા ડિજિટલ પ્રોજેક્ટ રિલીઝ થવાને લીધે અમિત સાધ માટે આ વર્ષ સારું રહ્યું છે. હાલ અમિત ઝીફાઇવની સિરીઝ ‘ઝિદ્દ’માં કામ કરી રહ્યો છે જેને બોની કપૂરે પ્રોડ્યુસ કરી છે. આ સિરીઝમાં અમિત આર્મીમૅનનો રોલ કરી રહ્યો છે એટલે એને માટે તેણે સખત ટ્રેઇનિંગ લીધી છે.

અમિત સાધ કહે છે, ‘તમે ટાઇમિંગ કહો કે ગુડ લક, પણ મારા માટે આ વર્ષ સારું રહ્યું છે અને દર્શકોનો પ્રેમ પણ બહુ મળ્યો છે. ‘ઝિદ્દ’ એક ચૅલેન્જિંગ શો છે, પણ મારે હજીય એક ઍક્ટર તરીકે પડકારજનક રોલ કરવાના બાકી છે. ૨૦૨૧ની વાત કરું તો દર્શકો મારી આગામી સિરીઝ ‘ઝિદ્દ’ને આવકારે એવું ઇચ્છું છું. આ શોની તૈયારી દરમ્યાન મને નાની-મોટી ઈજા થઈ છે એટલે હું મારી ફિટનેસ પર વધુ ધ્યાન આપીશ. કદાચ હું પહાડોની વચ્ચે થોડો સમય વિતાવીશ પછી નવી શરૂઆત કરીશ. હા, મને કૉમેડી પણ ટ્રાય કરવાની ઇચ્છા છે. મારી એક વિચિત્ર ફની સાઇડ પણ છે જેનાથી દર્શકો અજાણ છે. હું પડદા પર દેખાઉં છું એટલો ઇન્ટેન્સ રિયલમાં નથી.’ અમિત સાધે આ વર્ષે રિલીઝ થયેલી ‘પાતાલ લોક’ અને ‘સ્કૅમ 1992’નાં વખાણ કરીને રિયલ ટૅલન્ટની પ્રશંસા કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

15 December, 2020 03:30 PM IST | Mumbai | Nirali Dave

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK