Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > 'અમિતાભને કહો જુમ્મા ચુમ્મા વાળા સીન ન કરે', જાણો આવી સલાહ કોણે આપી!

'અમિતાભને કહો જુમ્મા ચુમ્મા વાળા સીન ન કરે', જાણો આવી સલાહ કોણે આપી!

26 July, 2019 01:04 PM IST | મુંબઈ

'અમિતાભને કહો જુમ્મા ચુમ્મા વાળા સીન ન કરે', જાણો આવી સલાહ કોણે આપી!

અમરસિંહે આપી જયા બચ્ચનને સલાહ

અમરસિંહે આપી જયા બચ્ચનને સલાહ


પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહેનારા રાજ્યસભાના સાંસદ અમર સિંહ ફરી એક વાર વિવાદોમાં આવ્યા છે. આ વખતે અમર સિંહે એક સમયે તેમની નજીક રહી ચુકેલા બચ્ચન પરિવાર પર નિશાન સાધ્યું છે. સાંસદે પોતાના ફેસબુક પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે જયા બચ્ચન, તેમના પતિ અમિતાભ બચ્ચન એને દીકરા અભિષેક બચ્ચન પર ટિપ્પણી કરતા નજર આવી રહ્યા છે. અમર સિંહ, જયા બચ્ચનની એ વાતોથી નારાજ છે જે તેમણે રાજ્યસભામાં કહી છે.

વીડિયો શેર કરીને અમરસિંહં કહ્યું કે, દેશમાં એક અજીબ માહોલ છે. મહિલાઓના ઉત્પીડન વિશે વાત કરવામાં આવી રહી છે. ગઈકાલે રાજ્યસભામાં મારા જૂના સાથી કે જેઓ હવે મારા સાથી નથી, તેઓ મહિલાઓ વિશે ઘણી પીડા સાથે બોલી રહ્યા હતા. તેઓ કહી રહ્યા હતા કે ટેક્નિકલ આંદોલનને તમે રોકી નથી શકતા. પોર્નોગ્રાફી કે ચલચિત્રોના ગંદા દ્રશ્યો જો તમે ટીવીમાં જુઓ છો તો રિમોટ તમારા હાથમાં છે, રિમોટનું બટન દબાવી દો, બધુ ઠીક થઈ જશે. તેમણે એ પણ કહ્યું કે મારે પણ દીકરી છે.

આગળ અમર સિંહે કહ્યું કે, 'તો કમ સે કમ તમે માતા છો, પત્ની છો. માતા અને પત્નીના હાથમાં સામાજિક રિમોટ હોય છે. તમે તમારા પતિને કેમ નથી કહેતા કે જુમ્મા ચુમ્મા દે દે ન કરે, તમે તમારા પતિને કેમ નહીં કહેતા કે વરસાદમાં ભીંજાતી નાયિકા સાથે આજે રપટ જાએ તો હમે ના ભુલાઈયો ન કરે. તમે તમારા પુત્રવધૂને કેમ નથી કહેતા કે તે 'એ દિલ હૈ મુશ્કિલ' ફિલ્મમાં જે દ્રશ્ય ભજવ્યા છે તે ન કરે.

આ પણ જુઓઃ રાજકોટ પાસેની આ જગ્યાઓની મુલાકાત તમે લીધી?



'તમે તમારા દીકરા અભિષેકને કેમ નથી સલાહ આપતા કે તેઓ એ દ્રશ્ય ન કરે જેમાં યશ ચોપરાની ધૂમમાં નાયિકા લગભગ નગ્ન થઈ જાય છે. એ દ્રશ્યો જોઈને યુવાનોના માનસ પટલ શું સારો પ્રભાવ પડશે? પહેલા તમે તમારા ઘરમાં સુધારો લાવો. જો રોમાન્સ બતાવવાનો છે તો દિલીપ કુમાર પોતાના આંખથી પ્રેમ બતાવતા હતા. તેના માટે નગ્ન દ્રશ્ય, લિપટ જાઈયો અને રપટ જાઈયો કરવાની જરૂર નહોતી.'


Whatsapp-channel Whatsapp-channel

26 July, 2019 01:04 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK