ગંગૂબાઇ કાઠિયાવાડી ફિલ્મ: આલિયા ભટ્ટ બનશે માફિયા ડૉન, આ છે રિલીઝ ડેટ

Published: Oct 16, 2019, 19:31 IST | મુંબઈ ડેસ્ક

ફિલ્મમાં મુખ્ય ભૂમિકા આલિયા ભટ્ટ ભજવી રહી છે. આ પહેલા આ પાત્ર પ્રિયંકા ચોપરાને ઑફર કરવામાં આવ્યો હતો.

આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપરા
આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપરા

ચર્ચિત ફિલ્મ ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ગંગૂબાઇ કાઠિયાવાડીની રિલીઝડેટ ફાઇનલ થઇ ગઈ છે. આ આવતાં વર્ષે સપ્ટેમ્બરમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા આલિયા ભટ્ટ ભજવી રહી છે. આ પહેલા આ પાત્ર પ્રિયંકા ચોપરાને ઑફર કરવામાં આવ્યો હતો.

સુંદર અભિનેત્રી આલિયા ભટ્ટ હાલ ખૂબ જ ચર્ચામાં છે. તેની છેલ્લી ફિલ્મ રણવીર સિંહ સાથેની ગલી બૉય હતી. જેને દર્શકોએ ખૂબ જ પ્રેમ આપ્યો અને બૉક્સ ઑફિસ પર પણ ફિલ્મે જબરજસ્ત કમાણી કરી હતી. ફિલ્મ 2020 માટે ઑસ્કરમાં મોકલવા માટે પસંદગી કરવામાં આવી છે. હવે આલિયા ભટ્ટ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગૂબાઇ કઠિયાવાડીમાં ડૉનની ભૂમિકા ભજવતી જોવા મળશે.

આલિયા ભટ્ટની આ ફિલ્મ લેખક મુંબઈના માફિયા પર કેન્દ્રિત છે. રિપોર્ટ્સ પ્રમાણે ફિલ્મની સ્ટોરી જાણીતાં લેખક એસ હુસેન જૈદીના પુસ્તક માફિયા ક્વીન્સ ઑફ મુંબઇમાંથી લેવામાં આવી છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ મુંબઈની ખતરનાક મહિલા માફિયા ગંગૂબાઇનું પાત્ર ભજવશે. ફિલ્મનું શૂટિંગ આ મહિનાથી જ શરૂ થવાની છે એવી વાત થઈ રહી છે.

સંજય લીલા ભણસાલીએ આ ફિલ્મ અનાઉન્સ કરતાં નામની પણ સ્પષ્ટતા કરી દીધી છે. રિપોર્ટ્સ પ્રમાણે ફિલ્મનું નામ ઓરિજિનલ કેરેક્ટર ગંગૂબાઇના નામ પર જ રાખવામાં આવ્યું છે. ફિલ્મ ગંગૂબાઇ કાઠિયાવાડીમાં આલિયા ભટ્ટ પહેલી વાર કોઇક મહિલા માફિયા ડૉનની ભૂમિકા ભજવતી જોવા મળશે. મેકર્સ તરફથી આ ફિલ્મની રિલીઝ ડેટ 11 સપ્ટેમ્બર 2020 ફાઇનલ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો : ઉફ્ફ તેરી યે અદા..ટ્રેડિશનલ વેરમાં મન મોહી લેશે ઈશા કંસારા....

ઉલ્લેખનીય છે કે આલિયા પાસે અનેક ફિલ્મો છે. તે સલમાન ખાન સાથે ઇન્શાઅલ્લાહમાં કામ કરી રહી હતી. જે ફિલ્મ હવે બંધ ડબ્બામાં મૂકી દેવામાં આવી છે. આ ફિલ્મમાં તે પહેલી વાર સલમાન ખાનની અપોઝિટમાં કામ કરવાની હતી. આ સિવાય પણ તેની અનેક ફિલ્મો લાઇનઅપ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK