અલી ફઝલ મિર્ઝાપુરને મળી રહેલા રિસ્પૉન્સથી ખુશ છે

Published: 28th December, 2018 08:14 IST

વેબ-સિરીઝ ‘મિર્ઝાપુર’ને લોકો વતી મળી રહેલા પ્રતિસાદથી અલી ફઝલ ખૂબ ખુશ છે

અલી ફઝલ
અલી ફઝલ

વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો અને એક્સેલ એન્ટરટેઇનમેન્ટની આ વેબ-સિરીઝમાં અલી ફઝલની ઍક્ટિંગનાં લોકો વખાણ કરી રહ્યા છે, જેને જોતાં અલી ફઝલે જણાવ્યું હતું કે લોકોને ઑન-સ્ક્રીન હિંસા જોવી ગમે છે. આ સંદર્ભે અલી ફઝલે કહ્યું હતું કે ‘મને ખૂબ જ સરસ રિસ્પૉન્સ મળી રહ્યો છે. હું ખુશ છું કે લોકોને આ શો પસંદ પડી રહ્યો છે. એનાથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં દરેકને ઑન-સ્ક્રીન હિંસા જોવી ગમે છે. આ સિવાય લોકો મારી ઍક્ટિંગની પણ ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. પંકજજી સાથે કામ કરવું મને ગમે છે. હું તેમને ‘ફુકરે’થી ઓળખું છું. આ શોમાં અમે બન્ને એકબીજાની વિરુદ્ધમાં છીએ. એથી આ શોમાં કામ કરવાની પણ ખૂબ જ મજા આવી હતી.’

અલી ફઝલ તેલુગુ ફિલ્મ ‘પ્રસ્થાનમ’ની હિન્દી રીમેકમાં પણ સંજય દત્ત, જૅકી શ્રોફ, અમાયરા દસ્તુર અને મનીષા કોઈરાલા સાથે જોવા મળશે. સંજય દત્તની પ્રશંસા કરતાં અલી ફઝલે કહ્યું હતું કે ‘આ ફિલ્મમાં કામ કરવાની ખૂબ મજા આવી. હું સંજય દત્તનો ફૅન છું. મારા માટે બૉલીવુડમાં તેઓ જ એક સુપરસ્ટાર છે. આ ફિલ્મમાં તેઓ મારા પિતાની ભૂમિકામાં જોવા મળશે અને મનીષા મૅમ મારી મમ્મીના રોલમાં દેખાશે. ઉત્તર પ્રદેશના બૅકડ્રૉપ પર આધારિત આ એક રાજકારણની સ્ટોરી છે. ફિલ્મમાં ભરપૂર ડ્રામા પણ છે. અમે તાજેતરમાં જ આ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે. મને લાગે છે કે આવતા વર્ષે આ ફિલ્મ રિલીઝ થશે. મારી બીજી ફિલ્મ તિગ્માંશુ ધુલિયા સાથેની ‘મિલન ટૉકીઝ’ છે, જે ફેબ્રુઆરી અથવા માર્ચમાં રિલીઝ થશે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK