Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પૃથ્વીરાજ ચૌહાણનું પાત્ર ભજવશે અક્ષય કુમાર, નવેમ્બરથી શરૂ થશે શૂટિંગ

પૃથ્વીરાજ ચૌહાણનું પાત્ર ભજવશે અક્ષય કુમાર, નવેમ્બરથી શરૂ થશે શૂટિંગ

07 August, 2019 06:26 PM IST | મુંબઈ ડેસ્ક

પૃથ્વીરાજ ચૌહાણનું પાત્ર ભજવશે અક્ષય કુમાર, નવેમ્બરથી શરૂ થશે શૂટિંગ

અક્ષય કુમાર (ફાઇલ ફોટો)

અક્ષય કુમાર (ફાઇલ ફોટો)


છેલ્લા હિંદુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની સ્ટોરી પડદા પર બતાવવાની તૈયારી થઈ ચૂકી છે. ભારે ભરખમ બજેટમાં બનતી આ ફિલ્મમાં અક્ષય કુમાર અને સંજય દત્ત દેખાઇ શકે છે. જેમાં બોલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમાર પૃથ્વીરાજ ચૌહાણનું પાત્ર ભજવશે. આ મોટા બજેટની ફિલ્મનું શૂટિંગ નવેમ્બર મહીનાથી શરૂ થશે. આ ફિલ્મનું પ્રી-પ્રૉડક્શન કામ છેલ્લા સ્તરે છે. ફિલ્મનું પહેલું શેડ્યૂલ મુંબઇમાં પૂરું થશે અને પછી રાજસ્થાનના રીયલ લોકેશન્સ પર તેનું શૂટિંગ કરવામાં આવશે. આ ફિલ્મ તરાઇન યુદ્ધના બેકડ્રૉપ પર સેટ થશે. તરાઇન યુદ્ધ ઇતિહાસનો નિર્ણાયક યુદ્ધ માનવામાં આવે છે. આ યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની જીત થઈ હતી.

પૃથ્વીરાજ ચૌહાણના પાત્ર માટે અક્ષય કુમારના નામ પર સહેમતિ થઈ ગઈ છે. તો રિપોર્ટનો દાવો છે કે ફિલ્મમાં બીજા લીડ રોલ અને મુખ્ય ખલનાયક મોહમ્મદ ગૌરીના પાત્ર માટે સંજય દત્ત સાથે વાત થઈ રહી છે. પૃથ્વીરાજ ચૌહાણની બાયોપિકમાં તેમની પત્ની સંયોગિતા, મોહમ્મદ ગોરી, ગયાસુદ્દીન ગજની, જયચંદ જેવા પાત્રો મહત્વપૂર્ણ હશે. સૂત્રો પ્રમાણે અક્ષય કુમાર સિવાયના અન્ય પાત્રો કોણ ભજવશે તે ફાઇનલ થવું બાકી છે. જણાવીએ કે પૃથ્વીરાજ ચૌહાણના શત્રૂ જયચંદની દીકરી સંયુક્તા સાથે તેમની લવસ્ટોરી ખૂબ જ પ્રસિદ્ધ છે. પૃથ્વીરાજ ચૌહાણ તેના 'સ્વયંવર'ના દિવસે જ તેને સાથે લઈને ગયા હતા.



જણાવીએ કે ભારતીય સિનેમામાં પીરિયડ ફિલ્મો બનાવવાનો સિલસિલો ખૂબ જ જૂનો છે. મહત્વની વાત એ છે કે દર્શકો પણ ઇતિહાસ પર બનેલી ફિલ્મો જોવાનું ખૂબ જ પસંદ કરે છે, જો કે હકીકત એ પણ છે કે આવી ફિલ્મોને વિરોધનો પણ સામનો કરવો પડતો હોય છે. જેનું ઉદાહરણ સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત' અને 'બાજીરાવ મસ્તાની'ની રિલીઝ સમયે જોવા મળ્યું.


આ પણ વાંચો : જાણો સુહાના ખાન અને જાન્હવી કપૂરની બેલી ડાન્સ ટ્રેનર વિશે આ ખાસ બાબતો

કોણ હતા પૃથ્વીરાજ ચૌહાણ
પૃથ્વીરાજ ચૌહાણનો જન્મ વર્ષ 1168માં થયો. તે અજમેરના રાજા સોમેશ્વર ચૌહાણના પુત્ર હતા. પૃથ્વીરાજ ચૌહાણ 13 વર્ષની ઉંમરમાં રાજગઢની ગાદી પર બિરાજમાન થયા. પૃથ્વીરાજે એકવાર હથિયાર વિના જ એકલા એક સિંહને મારી નાખ્યો હતો. પૃથ્વીરાજ ચૌહાણને એક યોદ્ધા રાજા તરીકે ઓળખવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

07 August, 2019 06:26 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK