Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આ સૂર્યવંશી માત્ર બંધુક જ નથી ચલાવતો, સાથે આમ ગર્જે પણ છે અક્ષય કુમાર

આ સૂર્યવંશી માત્ર બંધુક જ નથી ચલાવતો, સાથે આમ ગર્જે પણ છે અક્ષય કુમાર

05 March, 2019 05:33 PM IST |

આ સૂર્યવંશી માત્ર બંધુક જ નથી ચલાવતો, સાથે આમ ગર્જે પણ છે અક્ષય કુમાર

અક્ષયકુમાર

અક્ષયકુમાર


બોલીવુડમાં અક્ષય કુમારની હંમેશાથી જ બોલબાલા રહી છે. તે દર વર્ષે ચારથી પાંચ ફિલ્મ કરે જ છે અને લોકોને મનોરંજનની સાથે સંદેશ પણ આપે છે. ઉલ્લેખનીય છે કે અક્ષય કુમારની ફિલ્મ કેસરી થોડાં જ સમયમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં અક્ષય કુમારે એક ગીતની કેટલીક પંક્તિઓ પણ ગણગણાવી છે. આ ગીત "અજ સિંહ ગરજેગા" ન કેવળ પેટ્રિયોટિક છે બલ્કે જોશ જગાડનાર ગીત ગાય છે.




મળતી માહિતી મુજબ અક્ષયને આ ગીત વિશે જાણ થતાંની સાથે જ તે ઉત્સાહિત થઈ ગયો. તેને ગીતના લિરિક્સ એટલા બધા ગમી ગયા જે ફિલ્મના આ સીક્વેન્સમાં ઘણો જોશ જગાડે છે અને આ જ કારણ છે કે અક્ષયે આ ગીતમાં પોતાનો અવાજ આપવાનો નિર્ણય કર્યો. અક્ષય કુમારે આ પહેલા "સ્પેશિયલ છબ્બીસ"માં પણ એક ગીત ગાયું હતું અને પછીથી એક શબદમાં પણ પોતાનો અવાજ આપ્યો હતો. અનુરાગ સિંહના નિર્દેશનમાં બનેલી કેસરી 1897ના સારાગઢીના સંગ્રામ પર આધારિત છે, જેમાં 21 શિખોએ 10000 અફઘાનિયોને પરાસ્ત કરી દીધા હતા. આ ફિલ્મ 21 માર્ચના રિલીઝ થશે.

આ પણ વાંચો : સૂર્યવંશીનો ફર્સ્ટ લુક: સલમાન ખાનને ઇદ પર આપવામાં આવી ચેલેન્જ


અક્ષય કુમારની વધુ એક ફિલ્મ સૂર્યવંશી વિશે જાહેરાત થઈ ગઈ છે. આ ફિલ્મ આવતા વર્ષે ઈદના સમયે રિલીઝ થશે અને આ વર્ષે મે મહિનાથી ફિલ્મની શૂટિંગ શરૂ થશે. રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બનતી આ ફિલ્મમાં અક્ષય કુમાર લીડ રોલમાં રહેશે. ફિલ્મમાં મહત્વની બાબત એ હશે કે આ ફિલ્મમાં અજય દેવગન અને રણવીર સિંહ ગેસ્ટ અપીયરેન્સ આપશે. રોહિત શેટ્ટીની રણવીર સિંહ સ્ટારર સિંબામાં અક્ષય કુમારે પણ ગેસ્ટ અપીયરેન્સ કર્યું હતું, જેમાં તેનું નામ સૂર્યવંશી છે અને ત્યારથી જ નવી ફિલ્મનું નામ નક્કી કરવામાં આવ્યું છે. ફિલ્મમાં અક્ષય કુમાર એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વૉડ (એટીએસ)ના અઘિકારી હશે. ફિલ્મમાં જબરજસ્ત એક્શન સીક્વેન્સ હશે પણ હજી સુધી સંપૂર્ણ સ્ટારકાસ્ટ નક્કી કરાઈ નથી.

Whatsapp-channel Whatsapp-channel

05 March, 2019 05:33 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK