સૂર્યવંશી માટે આઠથી નવ કિલો વજન ઘટાડ્યું હતું અક્ષયકુમારે

Published: Mar 09, 2020, 18:48 IST | Mumbai Desk

રોહિત શેટ્ટી સાથે કામ કરવાને લઈને પૂછવામાં આવતાં અક્ષયકુમારે કહ્યું હતું કે તેમણે ‘સૂર્યવંશી’ પહેલાં બે વખત સાથે કામ કરવાના પ્રયાસ કર્યા હતા.

સૂર્યવંશી
સૂર્યવંશી

અક્ષયકુમારે જણાવ્યું હતું કે ‘સૂર્યવંશી’માં તેણે ATS (ઍન્ટિ ટૅરરિસ્ટ સ્ક્વૉડ) ઑફિસરના રોલ માટે આઠથી નવ કિલો વજન ઉતાર્યું હતું. રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં અક્ષયકુમાર વીર સૂર્યવંશીના પાત્રને ભજવી રહ્યો છે. ૨૪ માર્ચે રિલીઝ થનારી આ ફિલ્મમાં અજય દેવગન અને રણવીર સિંહ પણ નાનકડી ભૂમિકામાં જોવા મ‍ળશે. તેમની એન્ટ્રીથી અક્ષયકુમાર પણ ખુશ છે. રોહિત શેટ્ટી સાથે કામ કરવાને લઈને પૂછવામાં આવતાં અક્ષયકુમારે કહ્યું હતું કે તેમણે ‘સૂર્યવંશી’ પહેલાં બે વખત સાથે કામ કરવાના પ્રયાસ કર્યા હતા. જોકે વાત જામી શકી નહીં. સાથે જ આ ફિલ્મના ટ્રેલરમાં દેખાડવામાં આવતા તેના હેલિકૉપ્ટરના સ્ટન્ટ વિશે તેણે જણાવ્યું હતું કે તેને સ્ટન્ટ્સ કરવા ગમે છે. જોકે વધતી ઉંમરને કારણે તે ચાર-પાંચ વર્ષ પછી આવા સ્ટન્ટ્સ નહીં કરી શકે એની પણ તેને જાણ છે. ફિલ્મમાં ATSના પાત્રમાં પ્રાણ પૂરવા માટે તેણે આઠથી નવ કિલો વજન ઘટાડ્યું હતું. રોહિત શેટ્ટી ઍક્શનની સાથે જ કૉમેડી ફિલ્મો માટે પણ ખાસ્સો જાણીતો છે. એવામાં રોહિત સાથે કૉમેડી ફિલ્મમાં કામ કરવા વિશે અક્ષયકુમારે જણાવ્યું હતું કે લોકોને એક અલગ અંદાજમાં કૉમેડી પીરસવા માટે ‘ગોલમાલ’ અને ‘હેરા ફેરી’ને ક્રૉસ ઓવર કરવામાં આવી શકે છે.

કોરોના વાઇરસને કારણે સૂર્યવંશી અને 83ની રિલીઝની તારીખ પાછળ ઠેલાઈ?

કોરોના વાઇરસના ફેલાવાને કારણે ‘સૂર્યવંશી’ અને ‘83’ની રિલીઝની તારીખ પાછળ ઠેલાઈ છે એવી શક્યતા છે એટલું જ નહીં, શુક્રવારે રિલીઝ થયેલી ‘બાગી 3’ના કલેક્શન પર પણ અસર પડી રહી છે. એવામાં જાણવા મળ્યું છે કે અક્ષયકુમારની ‘સૂર્યવંશી’ અને રણવીર સિંહની ‘83’ને પોસ્ટપોન કરવામાં આવી છે. ‘સૂર્યવંશી’ ૨૪ માર્ચે રિલીઝ થવાની હતી અને ‘83’ ૧૦ એપ્રિલે રિલીઝ થવાની હતી. હવે તેમની રિલીઝની તારીખો બદલી નાખવામાં આવી છે. આ રોગચાળાને કારણે લોકો જાહેરમાં જતાં ડરી રહ્યા છે. સાથે જ હોળીના ઉત્સવને પણ મનાવતા ડરી રહેલા લોકોએ કેટલીક ઇ‍વેન્ટ કૅન્સલ કરી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK