Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અક્ષય કુમારની એક વર્ષની કમાણી જાણીને થઈ જશો હેરાન

અક્ષય કુમારની એક વર્ષની કમાણી જાણીને થઈ જશો હેરાન

09 September, 2019 03:54 PM IST | મુંબઈ

અક્ષય કુમારની એક વર્ષની કમાણી જાણીને થઈ જશો હેરાન

અક્ષય કુમાર

અક્ષય કુમાર


બૉલીવુડના ખિલાડી કુમાર એટલે અક્ષય કુમાર આજે પોતાનો 56મો જન્મદિવસ ઉજવી રહ્યાછે. અક્ષય કુમારની ખાસ વાત એ છે કે તેઓ ફક્ત પોતાની ફિલ્મોથી નહીં પરંતુ પોતાની ફિટનેસ, સોશિયલ મુદ્દાઓ પર આપેલી સલાહને લઈને પણ સતત ચર્ચામાંરહે છે. હાલમાં જ અક્ષય કુમાર પોતાની કમાણીના લીધે સમાચારોમાં રહ્યા અને એમની કમાણીની ઘણી ચર્ચા રહી છે. એવામાં એમના બર્થ-ડે પર જાણીએ આખરે કેટલી કમાણી કરે છે આ ખિલાડી અને જાણીએ કમાણીના મામલામાં તેઓ અન્ય સેલેબ્સ કરતા કેટલા આગળ છે...

 




 


અક્ષય કુમારનું નામ બૉલીવુડમાં સૌથી વધારે કમાણી કરનારા સ્ટાર્સમાં સામેલ છે. આ વર્ષે જાહેર કરવામાં આવેલા ફોર્બ્સના રિપોર્ટમાં સામે આવ્યું છે કે ભારતમાં સેલેબ્સમાં અક્ષય કુમાર કમાણીના મામલમાં નંબર 1 પર છે. પહેલા આ લિસ્ટમાં અભિનેતા અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સલમાન ખાનનું નામ પણ સામેલ હતું. હવે આ લિસ્ટમાં ભારત તરફથી ફક્ત અક્ષય કુમારનું જ નામ છે.

 

કેટલી છે અક્ષય કુમારની કમાણી

વિશ્વભરના સૌથી વધારે કમાણી કરનારા સ્ટાર્સમાંથી અક્ષય કુમાર 33માં નંબર પર છે. એમની એક વર્ષમાં કરવામાં આવેલી કમાણી 65 મિલિયન ડૉલર (લગભગ 445 કરોડ રૂપિયા) રહી. છેલ્લા એક વર્ષમાં એમણે એક ફિલ્મ માટે 34 કરોડ રૂપિયાથી 68 કરોડ રૂપિયા સુધી લીધા હતા. જ્યાં એક્ટર્સની વાત કરીએ તો સૌથી વધારે કમાણી કરનારા એક્ટર્સની લિસ્ટમનાં અક્ષય કુમારનું નામ ચોથા સ્થાન પર છે. એટલે આ દુનિયામાં ફક્ત ત્રણ એવા સેલેબ્સ છે, જે અક્ષય કુમારથી વધારે કમાણી કરે છે.

હૉલીવુડ સ્ટાર્સ પણ છે ઘણા પાછળ

અક્ષયે કમાણીના મામલામાં ભારતીય સ્ટાર્સને જ નહીં પરંતુ હૉલીવુડના દિગ્ગજ સ્ટાર્સ રિહાના, જૈકી ચૈન, બ્રેડલી કૂપર, સ્કારલેટ જૉનસન જેવાને પણ પછાડી દીધા છે. આ લિસ્ટમાં પહેલું નામ ધ રૉકના નામથી પ્રખ્યાત રેસલરથી એક્ટર બનેલા ડ્વેન જૉનસન (રૉક)નું નામ છે,જે છેલ્લા એક વર્ષમાં 89.4 મિલિયન ડૉલર (6,39,54,97,200 રૂપિયા) કમાવીને સૌથી આગળ છે. બાદ ક્રિસ હેમ્સવર્થ (76.4 મિલિયન ડૉલર) અને રોબર્ટ ડાઉની જૂનિયર (66 મિલિયન ડૉલર)નું નામ છે. બાદ ચોથા સ્થાન પર અક્ષય કુમાર છે.

આ પણ વાંચો : આવી રીતે થઈ હતી ખિલાડી અને ટ્વિન્કલની પહેલી મુલાકાત

એક ફિલ્મની કેટલી છે ફી?

છેલ્લા એક વર્ષમાં એમણે એક ફિલ્મ માટે 34 કરોડ રૂપિયાથી 68 કરોડ રૂપિયા સુધી લીધા હતા. હવે સમાચાર છે કે અક્ષય કુમારે પોતાની ફી વધારતા એક ફિલ્મની ફી લગભગ 54 કરોડ રૂપિયા કરી દીધા છે. રિપોર્ટ અનુસાર, અક્ષય કુમાર જ્યારે વર્ષ 2012માં એમણે રાઉડી રાઠોડ માટે 27 કરોડ રૂપિયા લીધા હતા. જોકે હવે તેઓ 54 કરોડ રૂપિયાની ડિમાન્ડ કરી રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

09 September, 2019 03:54 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK