Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બેલબૉટમ માટે ૧૮ વર્ષ જૂનો નિયમ તોડ્યો અક્ષયકુમારે

બેલબૉટમ માટે ૧૮ વર્ષ જૂનો નિયમ તોડ્યો અક્ષયકુમારે

22 September, 2020 12:49 PM IST | Mumbai
Agencies

બેલબૉટમ માટે ૧૮ વર્ષ જૂનો નિયમ તોડ્યો અક્ષયકુમારે

અક્ષય કુમાર

અક્ષય કુમાર


અક્ષયકુમારે કામ માટે બનાવેલો પોતાનો 18 વર્ષ જૂનો નિયમ ‘બેલબૉટમ’ માટે તોડ્યો છે. તે માત્ર દિવસના 8 કલાક જ કામ કરે છે. તે રાતે વહેલો ઊંઘી જાય છે અને વહેલી સવારે જાગી જાય છે. તે પોતાની ડિસ‌િપ્લ‌િન માટે જાણીતો છે. હાલમાં ‘બેલબૉટમ’ની પૂરી ટીમ સ્કૉટલૅન્ડમાં છે. જોકે ત્યાં પહોંચતાં જ સૌને કોરોનાને કારણે 14 દિવસો માટે ક્વૉરન્ટીન થવું પડ્યું હતું. એને કારણે ફિલ્મનું બજેટ વધી ગયું છે. એથી અક્ષયકુમારે ડબલ શ‌િફ્ટમાં કામ કરવાનું નક્કી કર્યું છે. અક્ષયકુમારના આ નિર્ણયે સૌને ચોંકાવી દીધા છે. તેના આ ફેંસલાથી હવે શૂટિંગ જલદી થશે અને પ્રોડ્યુસર્સના પૈસા પણ બચી જશે. સ્કૉટલૅન્ડની લોકલ ટીમને પણ તેની સાથે ડબલ શ‌િફ્ટમાં કામ કરવા માટે બે યુનિટ બનાવવામાં આવ્યા છે. આ થ્રિલર ફિલ્મ 2021ની બીજી એપ્રિલે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મના પ્રોડ્યુસર જૅકી ભગનાણીએ કહ્યું હતું કે ‘અક્ષય સર ખરેખર પ્રોડ્યુસર્સના ઍક્ટર છે અને તેમની સાથે કામ કરવાની મને ખુશી છે. તેઓ હંમેશાં દરેક બાબત અને દરેક વ્યક્તિ માટે વિચાર કરતા હોય છે. ટીમની સેફ્ટી અને શૂટિંગ શેડ્યુલ ચેન્જ કરવા જેવી દરેક બાબત તેઓ વિચારે છે. તેઓ અઢાર વર્ષમાં પહેલી વાર ડબલ શિફ્ટમાં કામ કરી રહ્યા છે. તેમણે જ્યારે બે યુનિટનું સજેશન આપ્યું ત્યારે અમે ચોંકી ગયા  હતા અને ઉત્સાહિત પણ હતા. તેઓ જે ડિસિપ્લિનમાં કામ કરે છે અને તેઓ સમય અને લોકોનો જે રિસ્પેક્ટ કરે છે એ કાબિલે દાદ છે.’


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2020 12:49 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK