લક્ષ્મી બૉમ્બની બોટ સવારી
અક્ષયકુમાર અને કિયારા અડવાણી
અક્ષયકુમાર અને કિયારા અડવાણી હાલમાં જ બોટની સવારી કરતાં જોવા મળ્યાં હતાં. ‘મિશન મંગલ’ની સફળતા બાદ અક્ષયે તેની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં તેની સાથે કિયારા કામ કરી રહી છે. તેમણે ‘ગુડ ન્યુઝ’માં પણ સાથે કામ કર્યું છે. તે વરસોવા જેટીથી મઢ આઇલૅન્ડ જવા માટે બોટનો સહારો લીધો હતો.
આ પણ વાંચો : માર્વલ સિરીઝમાં હવે જોવા નહીં મળે સ્પાઇડર-મૅન
ADVERTISEMENT
એપ્રિલમાં જાહેરાત કર્યા બાદ ફિલ્મ કન્ટ્રોવર્સીમાં ફસાઈ હતી કારણ કે રાઘવ લૉરેન્સે ફિલ્મને છોડી દીધી હતી. જોકે અક્ષયકુમાર સાથે ચર્ચા કર્યા બાદ તે ફરી ફિલ્મ સાથે જોડાયો હતો. આ હૉરર-કૉમેડીનું શૂટિંગ હાલમાં જોરશોરમાં શરૂ કરવામાં આવ્યું છે.