Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > video : અજય દેવગનના ખતરનાક સ્ટંટની નકલ કરે છે આ પોપટ

video : અજય દેવગનના ખતરનાક સ્ટંટની નકલ કરે છે આ પોપટ

27 April, 2019 02:25 PM IST |

video : અજય દેવગનના ખતરનાક સ્ટંટની નકલ કરે છે આ પોપટ

અજય દેવગન, પોપટ બન્ને એક જેવા જ સ્ટંટ કરતાં...

અજય દેવગન, પોપટ બન્ને એક જેવા જ સ્ટંટ કરતાં...


બોલીવુડમાં અજય દેવગને બે કાર્સ પર સવાર થઇને એન્ટ્રી લીધી હતી. ફિલ્મનો આ સીન ખૂબ જ લોકપ્રિય થયો અને આજે એટલો જ લોકપ્રિય છે. જેના ઘણાં સ્પૂફ પણ બનતાં રહ્યાં છે.

અજય દેવગનના ચાહકોની અછત નહીં હોય. દરેક ઊંમરમાં લોકો તેને પસંદ કરે છે, પણ તમને જાણીને હેરાની થશે કે પોપટ પણ અજય દેવગનનો ચાહક છે, જે તેના કારવાળા સ્ટંટની નકલ કરે છે.



Stunts by Ajay Devgan


બોલીવુડમાં અજય દેવગને બે કાર પર, બે મોટરસાઇકલ પર એમ ઘણીવાર એક સાથે બે વાહનો પર કે પછી ઘોડાઓ પર એન્ટ્રી લીધી છે. અજય દેવગને બે કાર્સ પર સવાર થઇને એન્ટ્રી લીધી હતી. ફિલ્મનો આ સીન ખૂબ જ લોકપ્રિય બન્યો અને આજે પણ છે. જેના અનેક સ્પૂફ પણ બનતાં આવ્યા છે. અજયની પોતાની ફિલ્મોમાં આવા દ્રશ્યો જોવા મળે છે. સન ઑફ સરદારમાં અજયે ઘોડાઓ સાથે આવો દ્રશ્ય ફિલ્માવ્યો હતો. ગોલમાલ સીરીઝમાં તે મોટર સાઇકલ અને કાર્સ સાથે આવા દ્રશ્યો કરતો રહે છે, તો આગામી ફિલ્મ દે દે પ્યાર દેમાં આ અંદાજના પોસ્ટરનો મજાકિયા અંદાજમાં ઉપયોગ થયો છે, કારણ કે તે એક્સ વાઇફ અને પ્રેઝેન્ટ ગર્લફ્રેન્ડ વચ્ચે ભટકતો જોવા મળે છે. પણ આ બધાંથી મજેદાર આ પોપટનો સ્ટંટ છે.


હકીકતે, ટ્વિટર પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે બન્ને રમકડાંની કાર પર એક-એક પગ રાખીને ચાલતો જોવા મળે છે. એક યૂઝરે વીડિયો શેર કરતાં લખ્યું - અજયનો પોપટ. અજયે પોપટનો વીડિયોને રીટ્વિટ કરીને કમેન્ટમાં લખ્યું, મને સારું લાગ્યું, પણ ઉડતા ભૂલી ગયો કે શું?

આ પણ વાંચો : ફાલ્ગુની પાઠકના એ ગીતો જે તમને અપાવશે 90ના દાયકાની યાદ

અજયની આ કમેન્ટ પછી રિતેશ દેશમુખે લખ્યું છે કે લગ્ન થઈ ગયા છે એના....

અજય દેવગનની દે દે પ્યાર દે આવતાં મહિને રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તે 50 વર્ષના બિઝનેસમેનના પાત્રમાં છે, જેને 24 વર્ષની છોકરી સાથે પ્રેમ થઇ જાય છે. ફિલ્મમાં તબ્બૂ તેની પૂર્વ પત્નીના પાત્રમાં છે.

Whatsapp-channel Whatsapp-channel

27 April, 2019 02:25 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK