અમદાવાદની સૃષ્ટિ કુંદનાની MTVના રિઆલિટી શો ‘મિસ્ટર એન્ડ મિસિસ 7 સ્ટેટ્સ’ની ફર્સ્ટ નેશનલ રનર-અપ

Published: Dec 05, 2019, 11:13 IST | Path Dave | Mumbai

મિડ-ડે સાથે વાત કરતા સૃષ્ટિએ કહ્યું કે, ‘હું તમામ સ્પર્ધકોમાં સૌથી નાની હતી. બીજું એ કે, તમામ સ્પર્ધકો જુદા-જુદા ૭ રાજ્યોમાંથી આવેલા હતા માટે મને દેશના જુદા જુદા ભાગ વિશે પણ જાણવા મળ્યું.

સૃષ્ટિ કુંદનાની
સૃષ્ટિ કુંદનાની

‘ફાઈવ ફેસ એન્ટરટેઈન્મેન્ટ’નો એમટીવી પર આવતો રિયલિટી શો ‘મિસ્ટર એન્ડ મિસ 7 સ્ટેટ્સ’ પૂર્ણ થઈ ચૂક્યો છે અને તેની ફર્સ્ટ રનર-અપ તરીકે અમદાવાદની ૧૭ વર્ષની યુવતી સૃષ્ટિ કુંદનાની વિજેતા જાહેર થઈ છે.
મોડલિંગ કમ ટેલેન્ટ હન્ટ રિયલિટી શોમાં પસંદ થયેલા યુવકો અને યુવતીઓ વચ્ચે જુદા જુદા ટાસ્ક અને સ્પર્ધા તથા ગ્રૂમિંગ દ્વારા તેમને આગળના સ્ટેજમાં લેવામાં આવતા હતા. મિડ-ડે સાથે વાત કરતા સૃષ્ટિએ કહ્યું કે, ‘હું તમામ સ્પર્ધકોમાં સૌથી નાની હતી. બીજું એ કે, તમામ સ્પર્ધકો જુદા-જુદા ૭ રાજ્યોમાંથી આવેલા હતા માટે મને દેશના જુદા જુદા ભાગ વિશે પણ જાણવા મળ્યું.
સૃષ્ટિએ કહ્યું કે, ‘કોન્ટેસ્ટ દરમ્યાન લોકો સાથે એડજેસ્ટ કરવું થોડું અઘરું રહ્યું. એકબીજા સાથે ઝઘડતા, દલીલો પણ થતી અને ગેરસમજ પણ ઊભી થતી. ટાસ્ક પૂરું કરવાનું પ્રેશર પણ રહેતું. તેમ છતાં તમામ સ્પર્ધકો સાથે મારું બોન્ડિંગ પ્રમાણમાં સારું રહ્યું. આ રિયલિટી શોનો ગ્રાન્ડ ફિનાલે દેહરાદૂનમાં રખાયો હતો જ્યાં સોનુ સૂદ, મુગ્ધા ગોડસે, સપના ચૌધરી, રોહિત ખંડેલવાલ સહિતની સેલિબબ્રિટીઝ હાજર રહી હતી. ગ્રાન્ડ ફિનાલે સુધી કુલ ૪૫ સ્પર્ધકો પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ‘મિસ્ટર એન્ડ મિસ 7 સ્ટેટ્સ’ શરૂ થતા પહેલા કોઈ સ્પર્ધકની વિવાદાસ્પદ ટિપ્પણીના કારણે વિવાદમાં આવી ગયો હતો અને તેના કારણે એમટીવી પર સમય કરતા મોડો પ્રસારિત થયો હતો.  

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK