Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અક્ષયકુમાર બાદ હૃતિક રોશન સાથે કામ કરવું છે સારા અલી ખાનને

અક્ષયકુમાર બાદ હૃતિક રોશન સાથે કામ કરવું છે સારા અલી ખાનને

15 May, 2020 05:33 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અક્ષયકુમાર બાદ હૃતિક રોશન સાથે કામ કરવું છે સારા અલી ખાનને

અક્ષયકુમાર બાદ હૃતિક રોશન સાથે કામ કરવું છે સારા અલી ખાનને


અક્ષયકુમાર સાથે ‘અતરંગી રે’માં કામ કરનારી સારા અલી ખાનને હવે હૃતિક રોશન સાથે પણ કામ કરવું છે. નવાઈની વાત એ છે કે અક્ષયકુમાર અને હૃતિક રોશન બન્ને એક જ અપાર્ટમેન્ટમાં રહે છે. સારા અલી ખાન તેની ફિલ્મો અને બિન્દાસ ઍટિટ્યુડને કારણે ખૂબ જ જલદી લોકપ્રિય બની ગઈ છે. તેણે અનન્યા પાન્ડે અને જાહ્નવી કપૂરને પણ પાછળ છોડી દીધી છે. હૃતિક રોશન સાથે કામ કરવા વિશે પૂછતાં સારાએ કહ્યું હતું કે  ‘મને હૃતિક રોશન સર સાથે કામ કરવું ભવિષ્યમાં ગમશે. તેમની ‘ધૂમ 2’ અને ‘જોધા અકબર’માંથી હું એક જ ફિલ્મને પસંદ ન કરી શકું. આ ફિલ્મોમાં તેઓ ખૂબ જ અલગ અંદાજમાં જોવા મળ્યા હતા.

બાળપણના ક્રશ વિશે પૂછતાં સારાએ કહ્યું હતું કે ‘મને ‘ધૂમ 2’ના હૃતિક સર અને ‘કભી ખુશી કભી ગમ’ની કરીના કપૂર ખાન પર ક્રશ હતો. હું એ બન્નેને મારા ક્રશ તરીકે પસંદ કરીશ.’


Whatsapp-channel Whatsapp-channel

15 May, 2020 05:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK