લૉકડાઉન બાદ ઝી ટીવી લૉન્ચ કરશે રોમૅન્ટિક-ડ્રામા શો
પ્રતિકાત્મક તસવીર
ટેલિવિઝન-જગત લૉકડાઉન ખૂલે અને બધા પ્રોજેક્ટનું કામ ફરી શરૂ થાય એની રાહ જોઈને બેઠું છે. જુદી-જુદી ટીવી-ચૅનલોના કેટલાક શો હાલમાં પાઇપલાઇનમાં છે, તો બીજી બાજુ નિર્માતાઓ નવા શોની જાહેરાત કરી રહ્યા છે. લૉકડાઉન ખૂલ્યા બાદ દર્શકોને અનેક નવા રસપ્રદ શો જોવા મળશે એ નક્કી છે. અનુપમા (સ્ટાર પ્લસ), તેરા યાર હૂં મૈં (સબ ટીવી), ઇશ્ક મેં મરજાવાં 2 (કલર્સ), કૌન બનેગા કરોડપતિ (સ્ટાર પ્લસ), હીરો - ગાયબ મોડ ઑન (સબ ટીવી), ડાન્સ દીવાને સીઝન 3 (કલર્સ) જેવા શો દર્શકોની રાહ જોઈને બેઠા છે. આ ઉપરાંત ઝી ટીવીએ તાજેતરમાં નવો શો લૉન્ચ કરવાની જાહેરાત કરી છે જેનું કામચલાઉ ટાઇટલ ‘અપૂર્વા’ છે. આ શોનું જોનર રોમૅન્ટિક ડ્રામા છે અને એને રશ્મિ શર્મા ટેલિફિલ્મ્સ પ્રોડ્યુસ કરવાનું છે, જે અગાઉ ‘સસુરાલ સિમર કા’, ‘સાથિયા’ અને ‘શક્તિ અસ્તિત્વ કે અહેસાસ કી’ જેવા જાણીતા શો બનાવી ચૂક્યું છે. ‘અપૂર્વા’માં બે ભાઈઓની વાત હશે જે એક જ છોકરીના પ્રેમમાં પડે છે. આ લવ ટ્રાયેન્ગલમાં કોણ જોવા મળશે એનો નિર્ણય હજી નથી લેવાયો.