પ્રિયંકા ચોપરાની પાછળ પતિ નિક જોનાસ પણ પહોંચી રહ્યા છે ભારત, જાણો શું છે કારણ

Published: Sep 26, 2019, 16:05 IST | મુંબઈ

પ્રિયંકા ચોપરાની પાછળ-પાછળ પતિ નિક જોનાસ પણ ભારત પહોંચી રહ્યા છે. નવેમ્બરમાં તેની આ ફિલ્મ આવી રહી છે.

પ્રિયંકા ચોપરાની પાછળ પતિ નિક જોનાસ પણ પહોંચી રહ્યા છે ભારત
પ્રિયંકા ચોપરાની પાછળ પતિ નિક જોનાસ પણ પહોંચી રહ્યા છે ભારત

પ્રિયંકા ચોપરાની ફિલ્મ ધ સ્કાઈ ઇઝ પિંક 11 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે. હાલ તે ફિલ્મના પ્રચાર માટે ભારત આવી છે. ફિલ્મને પ્રમોટ કરવા માટે તે અલગ અલગ શોમાં જઈ રહી છે. પ્રિયંકા ચોપરા બાદ તેના પતિ નિક જોનાસની ફિલ્મ મિડ વે ભારતમાં રિલીઝ થશે. પ્રિયંકા સાથે લગ્ન બાદ નિક જોનાસની ભારતમાં રીલિઝ થનારી આ પહેલી ફિલ્મ હશે.

મિડને એક પીરિયડ વૉર ફિલ્મ છે, જેમાં નિક જોનાસ બ્રૂનો પી ગાયડોની ભૂમિકામાં છે. ફિલ્મની કહાની બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન થયેલી બેટલ ઑફ મિડવેની લડાઈ પર આધારિત છે. જાપાનીઓના પર્લ હાર્બર હુમલાના છ મહિના બાદ થયેલી આ લડાઈમાં અમેરિકન નેવીએ જાપાનની નેવીને મ્હાત આપી હતી. આ ફિલ્મનું નિર્દેશન રોનાલ્ડ એમરિચે કર્યું છે. ફિલ્મમાં નિક જોનાસ એડ સ્ક્રાઈન, પેટ્રિક વિલ્સન, લ્યૂક ઈવાન્સ જેવા કલાકારો સાથે સ્ક્રીન સ્પેસ શેર કરી રહ્યા છે. ભારતમાં ફિલ્મ 8 નવેમ્બરે રીલીઝ થશે

 
 
 
View this post on Instagram

Prepare for battle. Based on real events, @MidwayMovie arrives this Veterans Day Weekend.

A post shared by Nick Jonas (@nickjonas) onSep 25, 2019 at 9:09am PDT


પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્ન ગયા વર્ષે ડિસેમ્બરમાં થયા હતા. જોધપુરના ઉમેદ ભવનમાં 3 દિવસ સુધી લગ્નની વિધિઓ ચાલી હતી. તેઓ બંને એકબીજા પ્રત્યે ઘણા સમર્પિત છે. બંનેની પ્રેમભરી તસવીરો સોશિયલ મીડિયા પર જોવા મળે છે.

આ પણ જુઓઃ સફળ થવાના અડગ 'નિશ્ચય' સાથે આ અભિનેતા કરી રહ્યા છે કમબેક, જાણો તેની સફર

ધ સ્કાઈ ઇઝ પિંકથી પ્રિયંકા હિન્દી ફિલ્મોમાં વાપસી કરી રહી છે. શોનાલી બોઝની આ ફિલ્મમાં ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ મુખ્ય ભૂમિકામાં છે. પ્રિયંકા છેલ્લે પ્રકાશ ઝાની ફિલ્મ જય ગંગાજલમાં નજર આવી હતી. પ્રિયંકા સલમાન ખાનની ફિલ્મ ભારતથી કમબેક કરવાની હતી, પરંતુ કથિત રીતે નિક જોનાસ સાથે લગ્ન કરવા માટે  તેણે આ ફિલ્મ છોડી દીધી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK