સલમાનના કહેવાથી ફેવિકૉલ સે...પર નાચવા તૈયાર થઈ કરીના

Published: 25th December, 2012 03:47 IST

એક ટીવી-ચૅનલ ૩૧ ડિસેમ્બરના એના એક સ્પેશ્યલ શો માટે કરીના કપૂર પાસે તેના નવા આઇટમ સૉન્ગ ‘ફેવિકૉલ સે...’ પર પર્ફોર્મ કરાવવા માગતી હતી, પણ બેબોએ આ ગીત પર નાચવાની ચોખ્ખી ના પાડી દીધી.


એને પગલે ચૅનલે પોતાના પ્રોગ્રામમાંથી બેબોને પડતી મૂકવાનો નિર્ણય લઈ લીધો, પણ સલમાન ખાનને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે કરીનાને આ ગીત પર પર્ફોર્મ કરવા મનાવી લીધી. બેબોને સલ્લુ પ્રત્યે ખૂબ માન છે એટલે તેને તે ના ન પાડી શકી એટલું જ નહીં, પોતાના મહેનતાણામાં પણ તેણે કાપ મૂક્યો. ચૅનલને તો ડબલ ફાયદો થઈ ગયો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK