કેટ શર્માનું નવું ગીત 'ફન્ને ખાન' રીલિઝ

Updated: Aug 15, 2019, 15:29 IST | મુંબઈ

અભિનેત્રી કેટ શર્માનું નવું ગીત ફન્ને ખાન રીલિઝ થયું છે. જેને લોકો પસંદ કરી રહ્યા છે.

કેટ શર્માનું નવું ગીત 'ફન્ને ખાન' રીલિઝ
કેટ શર્માનું નવું ગીત 'ફન્ને ખાન' રીલિઝ

ઝી મ્યુઝિક કંપનીના લેટેસ્ટ સોંગ ફન્ને ખાનમાં કેટ શર્મા જોવા મળી રહ્યા છે. આ ગીત યશ વડાલીએ ગાયું છે. જે કેટ શર્માની સામે ફન્ને ખાન તરીકે પણ જોવા મળી રહ્યા છે. ગીતને જોતા લાગી રહ્યું છે કે કેટ પોતાની કરિઅરને એક નવી દિશા આપી રહી છે. તે છેલ્લા કેટલાક સમયથી સતત મ્યુઝિક આલ્બલ કરી રહી છે અને આ તમામમાં એક વાર્તા જોવા મળી રહી છે. કેટ એવી અભિનેત્રી છે જે વાર્તાને પ્રાધાન્ય આપે છે. કેટ ફન્ને ખાનમાં સુંદર લાગી રહી છે.

આલ્બમમાં ફન્ને ખાન એટલે કે યશ હિરોઈનને રિઝવવાના પ્રયાસો કરતા જોવા મળી રહ્યા છે. કેટે પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે, તે પહેલી વાર આ ગીતના શૂટ માટે દેશની બહાર ગઈ હતી. તેમને થાઈલેન્ડમાં શૂટિંગ કરવાની ખૂબ જ મજા આવી. તેમણે ખૂબ જ મસ્તી કરી અને સ્ટ્રીટ ફૂડનો આનંદ પણ માણ્યો. કેટ તેના તમામ વીડિયોમાં એકદમ અલગ જ લાગે છે. જેના વિશે વાત કરતા તે કહે છે કે તે તેની આકરી મહેનતનું પરિણામ છે. તે તેના શરીરને જાળવવા માટે ખૂબ જ મહેનત કરે  છે. તે પોતાની ફિલ્મ વિશે પણ વાત કરી.

આ પણ જુઓઃ સંઘર્ષથી સફળતા સુધીઃ જાણો 'જયકા યાજ્ઞિક'ની સફરને

કેટની પારિવારિક ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યૂ કરી શકે છે. જો કે તેની વધુ વિગતો હાલ આપી શકાય તેમ નથી. કેટનું વધુ એક સોલો ગીત થોડા સમયમાં રજૂ થશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK