ભત્રીજાના મૃત્યુથી દુ:ખી થયો સલમાન ખાન

Updated: Mar 31, 2020, 14:41 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

અબ્દુલ્લાહ ખાનના નિધનના સમાચાર ટ્વીટર દ્વારા આપ્યા, સેલેબ્ઝે આપી શ્રધ્ધાંજલી

સલમાન ખાન ભત્રીજા સાથે
સલમાન ખાન ભત્રીજા સાથે

કોરોના વાયરસ (COVID-19)ના વધતા પ્રકોપને લીધે આખો દેશ દુખી છે ત્યારે બૉલિવુડના ખાન પરિવાર પર પણ દુખના વાદળ ઘેરાયા છે. સલમાન ખાનના ભત્રીજા અબ્દુલ્લાહ ખાનનું મૃત્યુ થયું હોવાથી બધા ખાન પરિવાર દુ:ખી છે. તેમાં પણ સલમાન ખાન તેની વધારે નજીક હોવાથી તેને બહુ દુ:ખ થયું છે.

મિડિયા રિપોર્ટ પ્રમાણે, અબ્દુલ્લાહ ખાન લાંબા સમયથી બિમાર હતો અને તેની સારવાર પણ ચાલી રહી હતી. તેને ફેફડામાં સંક્રમણ હતું. બે દિવસ પહેલા સ્થિતિ ગંભીર થતા તેને કોકિલાબેન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઈન્ફેક્શન વધી જતા તેનું મૃત્યુ થયું હતું. તેથી ખાન પરિવાર શોકગ્રસ્ત છે.

 
 
 
View this post on Instagram

Will always love you...

A post shared by Salman Khan (@beingsalmankhan) onMar 30, 2020 at 11:48am PDT

અબ્દુલ્લાહના મૃત્યુના સમાચાર સલમાને ટ્વીટ કરીણે આપ્યા હતા અને તેણે લખ્યુ હતું કે, અમે તને હંમેશા પ્રેમ કરીશું. આ પોસ્ટ પર રાહુલ દેવ, ડેઝી શાહ જેવા અનેક સેલેબ્ઝે અબ્દુલ્લાહને શ્રધ્ધાંજલી આપી હતી અને સલમાનના પરિવારને દુખદ સમયમાં ભગવાન હિંમત આપે તેવી પ્રાર્થના પણ કરી હતી. સલમાનનું અબ્દુલ્લાહ સાથે સારું બોન્ડિંગ હતું.

અબ્દુલ્લાહ સલમાનના પિતા સલીમ ખાનની નાની બહેનનો પુત્ર હતો. તે એક બોડીબિલ્ડર હતો. ખાન પરિવાર અત્યારે પનવેલના ફાર્મ હાઉસમાં છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK