Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પત્ની સાથે ન્યૂયૉર્કથી પાછા આવ્યા ઋષિ કપૂર! સામે આવી ચોંકાવનારી તસવીર

પત્ની સાથે ન્યૂયૉર્કથી પાછા આવ્યા ઋષિ કપૂર! સામે આવી ચોંકાવનારી તસવીર

04 September, 2019 07:24 PM IST | Mumbai

પત્ની સાથે ન્યૂયૉર્કથી પાછા આવ્યા ઋષિ કપૂર! સામે આવી ચોંકાવનારી તસવીર

પત્ની સાથે ન્યૂયૉર્કથી પાછા આવ્યા ઋષિ કપૂર! સામે આવી ચોંકાવનારી તસવીર


Mumbai : બોલીવુડ અભિનેતા ઋષિ કપૂરના ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલોનું માનીએ તો ઋષિ કપૂર આજે ન્યૂયૉર્કથી ઈન્ડિયા પાછા આવી રહ્યા છે. જી હાં, ન્યૂયૉર્કના એરપોર્ટ પરથી નીતૂ કપૂરનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ઋષિ કપૂરનો આ ફોટો જોઈને લોકો ક્યાસ લગાવી રહ્યા છે કે તેઓ પોતાના જન્મદિવસે પત્ની સાથે ઈન્ડિયા પાછી ફરી રહી છે. તમને જણાવી દઈએ કે આ ખબર પર કપૂર પરિવારે કોઈ ઑફિશિયલ અનાઉન્સમેન્ટ નથી કર્યું.





તસવીરો સામે આવી છે. જેમાં બંને સિતારાઓ ચાહકો સાથે સેલ્ફી લેતા નજરે આવી રહી છે. ન્યૂયૉર્ક એરપોર્ટની સામે આ ફોટોને બોલીવુડ કેમેરામેન વિરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર તેમની ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, વેલકમ બેક ઋષિ કપૂર, ન્યૂયૉર્ક એરપોર્ટ પર પોતાના ચાહક સાથે સેલ્ફી ક્લિક કરતા ઋષિ અને નીતૂ કપૂર. આ પોસ્ટમાં વિરલ જણાવ્યું છે કે ઋષિ કપૂરનો ફેન ન્યૂયૉર્કથી પોતાના વતન તુર્કી પાછા આવી રહ્યા છે તો ઋષિ અને નીતૂ કપૂર મુંબઈ આવી રહ્યા છે.

આ પણ જુઓ : સુઝૈન, નેહા ધૂપિયા, નોરા ફતેહી સહિત બોલીવુડ સ્ટાર્સે સાફ કર્યો મુંબઈનો બીચ

ભારત આવી પરીવાર સાથે ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવા માંગે છે : ઋષિ કપૂર
તમને જણાવી દઈએ કે ઋષિ કપૂર મિડ ડે સાથે વાત કરતા ભારત પાછા આવવાના સંકેતો આપ્યા હતા. ઋષિ કપૂરે પોતાના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે ભારત આવીને પરિવાર સાથે ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવા માંગે છે, કારણ કે તે કપૂર પરિવાર માટે એક ખાસ પર્વ છે. એવામાં તેઓ તેનો ભાગ બનવા માંગે છે. હવે સામે આવેલી ઋષિ કપૂરની તસવીરો અને ખબર સાચી છે તો કપૂર પરિવાર માટે આ કોઈ જશ્નથી ઓછું નથી.


Whatsapp-channel Whatsapp-channel

04 September, 2019 07:24 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK