Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રણવીર શૌરીની કાર જપ્ત કરીને એફઆઇઆર દાખલ કરવામાં આવી

રણવીર શૌરીની કાર જપ્ત કરીને એફઆઇઆર દાખલ કરવામાં આવી

22 May, 2020 11:47 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રણવીર શૌરીની કાર જપ્ત કરીને એફઆઇઆર દાખલ કરવામાં આવી

રણવીર શૌરીની કાર જપ્ત કરીને એફઆઇઆર દાખલ કરવામાં આવી


રણવીર શૌરીએ જણાવ્યું હતું કે તાજેતરમાં જ પોલીસે તેની કાર જપ્ત કરી એની વિરુદ્ધમાં એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો છે. પૂરા પ્રકરણ પર પ્રકાશ પાડતાં રણવીરે કહ્યું હતું કે ‘પાંચ દિવસ પહેલાં મારા પિતાના ઘરે ઘરકામમાં મદદ માટે રહેતા વિનોદને પોતાના ઘરે જવું હતું. તેની વાઇફની ડિલિવરી થવાની હતી. તેને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યા બાદ વિનોદને અમારા ઘરે આવવાનું હતું એથી મેં કાર મોકલી હતી, કારણ કે તેની પાસે કોઈ વાહન નહોતું. તે જ્યારે ઘરે આવી રહ્યો હતો ત્યારે મારી ગાડીને ઘેરવામાં આવી હતી. એને પાછી મેળવવા માટે હું પોલીસ-સ્ટેશન ગયો હતો. મેં તમામ પેપર અને ડૉક્યુમેન્ટ્સ દેખાડ્યા હતા કે તેની વાઇફની ડિલિવરી થઈ છે. વિનોદ જ્યારે પાછો અમારા ઘરે આવી રહ્યો હતો ત્યારે વિજય કુમાર કદમ જે ઑફિસ-ઇન-ચાર્જ હતો તેણે પૂછ્યું કે ડિલિવરી વખતે વિનોદને ત્યાં રહેવાની શી જરૂર હતી? એ તો ડૉક્ટર અને મધરની વચ્ચેની બાબત છે. મેં તેમને જણાવ્યું હતું કે પિતાને તો પેપરવર્ક માટે ડિસ્ચાર્જ વખતે તો હાજર રહેવું પડે. તેણે મને પૂછ્યું કે કેવી રીતે તમને જાણ થઈ કે બાળકને ઇમર્જન્સી હતી? મને ખરેખર સમજાતું નહોતું કે આ લોકો સાથે હું શું વાત કરું. મને એમ કહેવામાં આવ્યું હતું કે ઑફિસ-ઇન-ચાર્જ મારી વિરુદ્ધમાં એફઆઇઆર દાખલ કરશે અને મારી કાર પણ જપ્ત કરી લેશે. મારા પિતાને કૅન્સર છે અને તેઓ ઘરે એકલા હતા. આખો દિવસ પસાર થઈ ગયો અને ખબર નથી કે આગળ શું થવાનું છે. મેં માત્ર વિનોદને લાવવા માટે મારી કાર મોકલી હતી, કારણ કે તેની પાસે મીરા રોડથી ઘરે આવવા માટે કોઈ સાધન નહોતું. હું ક્યાં ખોટો છું? સત્તા અને દારૂના નશામાં ધૂત લોકો મને કેમ આવી રીતે હેરાન કરે છે? હું એ જાણવા માટે આતુર છું કે મેં કયા કાયદાનો ભંગ કર્યો છે?’


Whatsapp-channel Whatsapp-channel

22 May, 2020 11:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK