Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીને વધુ એક ઝટકો:કોમેડિયન વાદીવેલ બાલાજીનું નિધન

એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીને વધુ એક ઝટકો:કોમેડિયન વાદીવેલ બાલાજીનું નિધન

10 September, 2020 06:04 PM IST | Chennai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીને વધુ એક ઝટકો:કોમેડિયન વાદીવેલ બાલાજીનું નિધન

વાદીવેલ બાલાજી

વાદીવેલ બાલાજી


એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં છેલ્લા ઘણા સમયથી ખરાબ સમાચાર આવે છે. હવે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. મશહૂર કોમેડીયન વાદીવેલ બાલાજી (Vadivel Balaji)નું 10 સપ્ટેમ્બરના રોજ નિધન થયું છે. તામિળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કોમેડીયન 45 વર્ષના હતા. તેમનું મૃત્યુ હાર્ટએટેક આવવાને કારણે થયું હોવાનું કહેવાય છે.

મળતી માહિતી મુજબ, વાદીવેલ બાલાજીનું હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થયું છે. તેમને ચેન્નઇની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા તેઓ વેન્ટિલેટરના સહારે છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા. એટેક બાદ તેમને પેરાલિસીસ થઈ ગયુ હતુ અને છેલ્લા 15 દિવસથી તેમનો ઇલાજ ચાલી રહ્યો હતો. આજે સવારે તબિયત વધુ ખરાબ થઈ અને તેમનુ અવસાન થયુ હતુ. વાદીવેલના નિધનની જાણકારી વિજય ટેલિવિઝને પોતાના ઓફિશ્યલલ ટ્વિટર અકાઉન્ટથી આપી હતી. જાણકારી મળતાની સાથે જ તેમના ફેન્સ તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવા લાગ્યા. તેમની પાછળ તે પત્ની અને બે બાળકો મૂકીને ગયા છે.



અહેવાલો મુજબ, લૉકડાઉન દરમિયાન વાદીવેલ બાલાજી આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યા હતા.


તમને જણાવી દઈએ કે, વાદીવેલ બાલાજી 'અધુ ઇધુ ઇધુ' અને 'કલાકકા પોવાથુ યારુ' જેવા શૉમાં કામ કરીને ઓળખાણ બનાવી હતી. તે સિવાય તે ઘણી તામિળ ફિલ્મોનો હિસ્સો પણ રહ્યાં હતા. તેમનો જન્મ મદુરાઇમાં થયો હતો અને તે પોતાની મિમીક્રી અને બોડી લેન્ગવેજ માટે જાણીતા હતા.


Whatsapp-channel Whatsapp-channel

10 September, 2020 06:04 PM IST | Chennai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK