વેત્તાઇની રીમેક અભિષેક બચ્ચને છોડી દીધી
આ ફિલ્મમાં તેની સાથે જૉન એબ્રાહમ મુખ્ય ભૂમિકામાં હતો. જાણવા મળે છે કે સ્ક્રિપ્ટ ફાઇનલ થવામાં મોડું થતાં તેમ જ ‘ધૂમ ૩’ અને ‘દોસ્તાના ૨’ માટે તારીખો ફાળવી હોવાથી અભિષેક આ ફિલ્મ કરી શકે એમ નહોતો. આ નિર્ણય પરસ્પર સહમતીથી લેવામાં આવ્યો હોવાથી તેમની વચ્ચે કોઈ સમસ્યા રહી નથી.