Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મુખ્ય પાત્રને બદલે સેકન્ડ રોલ ભજવવો ખરેખર દુ:ખની વાત છે : અભિષેક

મુખ્ય પાત્રને બદલે સેકન્ડ રોલ ભજવવો ખરેખર દુ:ખની વાત છે : અભિષેક

23 January, 2019 11:20 AM IST |

મુખ્ય પાત્રને બદલે સેકન્ડ રોલ ભજવવો ખરેખર દુ:ખની વાત છે : અભિષેક

અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચન


અભિષેકની છેલ્લી ફિલ્મ ‘મનમર્ઝિયાં’ નિષ્ફળ ગઈ હતી અને એ પહેલાં તે મોટા ભાગની ફિલ્મોમાં સેકન્ડ લીડ રોલમાં જોવા મળ્યો હતો. અભિષેકે તેની બહેન શ્વેતા બચ્ચન સાથે ‘કૉફી વિથ કરણ’માં હાજરી આપી હતી. આ શોમાં કરણ જોહરે તેને પૂછ્યું હતું કે બિગ સ્ટાર પાછળ કામ કરીને કેવું લાગે છે? આ વિશે જવાબ આપતાં અભિષેકે કહ્યું હતું કે ‘એક કલાકાર માટે આ ખરેખર ખૂબ જ દુ:ખની વાત છે કે તે લીડ ઍક્ટર હોય અને ત્યાર બાદ તેણે મોટા સ્ટારની પાછળ કામ કરવું પડે છે. આ ઇન્ડસ્ટ્રી ખૂબ જ નિર્દયી છે. મુખ્ય પાત્રમાંથી હટીને સેકન્ડ લીડ ભજવવું એ દુ:ખની વાત છે, પરંતુ તમારે એ દુ:ખનો પોતાની જાતને પ્રેરિત કરવા ઉપયોગ કરી ફરી પોતાનું સ્થાન મેળવવું જોઈએ.’

અભિષેકે બે વર્ષ માટે ફિલ્મમાંથી બ્રેક લીધો હતો અને ત્યાર બાદ ‘મનમર્ઝિયાં’થી કમબૅક કર્યું હતું. આ બ્રેકથી કોઈ પણ પ્રકારનું પ્રેશર હતું? એ સવાલનો જવાબ આપતાં અભિષેકે કહ્યું હતું કે ‘આ કહેવું થોડું અઘરું છે કરણ. હું નથી માનતો કે જે કંઈ થયું એમાં કોઈ પણ પ્રકારનું મારા પર પ્રેશર હતું. આ તો મારો કામ પ્રત્યેનો દૃષ્ટિકોણ હતો, જે હું માનું છું કે અયોગ્ય હતો. હું ખૂબ જ સંતુષ્ટ અને આરામદાયક અનુભવતો હતો. તમને સાંભળવામાં થોડું વિચિત્ર લાગશે; પરંતુ સાચું કહું તો મેં ઘણીબધી મોટા બજેટવાળી ફિલ્મો, દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યું છે. આ તમામ ફિલ્મોનો બિઝનેસ પણ સારો રહ્યો છે.



આ પણ વાંચો : મારા મનોબળને વધારવા માટે હું મારા પેરન્ટ્સની આભારી છું : અંકિતા લોખંડે


દરેક વસ્તુ બરાબર ચાલી રહી હતી. મારા પર કોઈ પણ જાતનું પ્રેશર નહોતું, કારણ કે હું તો અન્ય કલાકારની પાછળ હતો જેના પર જ બધું પ્રેશર હતું. આ ફિલ્મો દ્વારા મેં ઘણા પૈસા કમાયા છે અને એ ફિલ્મોએ પણ બિઝનેસ કર્યો છે. આ બધું ખૂબ જ સરળ હતું. જોકે હું આ ઇન્ડસ્ટ્રીમાં કોઈની પાછળ ઊભો રહેવા માટે નથી આવ્યો.’


Whatsapp-channel Whatsapp-channel

23 January, 2019 11:20 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK