Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આશિકી ફેમ રાહુલ રોયની 4 વર્ષ પછી સિલ્વર સ્ક્રિન પર વાપસી

આશિકી ફેમ રાહુલ રોયની 4 વર્ષ પછી સિલ્વર સ્ક્રિન પર વાપસી

20 July, 2019 05:55 PM IST |

આશિકી ફેમ રાહુલ રોયની 4 વર્ષ પછી સિલ્વર સ્ક્રિન પર વાપસી

રાહુલ રોયની 4 વર્ષ પછી સિલ્વર સ્ક્રિન પર વાપસી

રાહુલ રોયની 4 વર્ષ પછી સિલ્વર સ્ક્રિન પર વાપસી


વર્ષ 1990માં આવેલી રોમાન્સ ડ્રામા ફિલ્મ આશિકીને કોઈ ભૂલી શકે તેમ નથી. આ ફિલ્મમાં કામ કરેલા સ્ટાર એક્ટર રાહુલ રોય રાતોરાત સ્ટાર બની ચૂક્યા હતાં. તે સમયે રાહુલ રોયની પોપ્યુલારિટી જોરદાર હતી. પરંતુ રાહુલ રોય આશિકી પછી કોઈ ખાસ ફિલ્મ આપી શક્યા હતા નહી જેના કારણે તે બોલીવુડથી ગાયબ થઈ ગયા હતા. જો કે હવે રાહુલ રોય ફરી સિલ્વર સ્ક્રિન પર પરત ફરી રહ્યાં છે. હાલ રાહુલ રોય તેમની આગામી ફિલ્મના શૂટિંગને લઈને વ્યસ્ત છે.



ફિલ્મ ડિરેક્ટર કનુ બહલની ફિલ્મ આગરા સાથે રાહુલ બોલીવુડમાં કમબેક કરી રહ્યાં છે. બોલીવુડ ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શે ફિલ્મ આગરાના સેટ પરથી એક ફોટો પોસ્ટ કર્યો હતો અને રાહુલ રોયની રિ-એન્ટ્રી વિશે માહિતી આપી હતી. આ ફિલ્મનું શૂટિંગ આગરાની આજુબાજુની જગ્યાઓ પર કરવામાં આવી રહ્યું છે. ફિલ્મ 2020માં રિલીઝ કરવામાં આવશે.


કનુ બહલ ફિલ્મ તિતલીનું ડિરેક્શન કરી ચૂક્યા છે. શશાંક અરોરા અને રણવીર શૌરીની ફિલ્મ તિતલીને ક્રિટિક્સ દ્વારા ઘણી વખાણવામાં આવી હતી. ફિલ્મ તિતલી કેટલાક ફિલ્મ ફેસ્ટીવલમાં નોમિનેટ પણ થઈ ચૂકી હતી. રાહુલ રોય ફિલ્મ આશિકી સાથે કરોડો લોકોના દિલ પર રાજ કર્યું હતું પરંતુ ત્યારબાદ એકપણ હિટ ફિલ્મ આપી શક્યા હતા નહી. જો કે રાહુલ રોય ફરી એકવાર સિલ્વર સ્ક્રિન પર કેવી કમાલ કરી શકે છે તે ફિલ્મના રિલીઝ પછી ખ્યાલ આવશે.


Whatsapp-channel Whatsapp-channel

20 July, 2019 05:55 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK