ઈરા ખાન પિતા આમિર ખાનના ફિટનેસ કોચને કરી રહી છે ડેટ?

Published: 25th November, 2020 15:31 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

નૂપુર શિખરેને છ મહિનાથી ડેટ કરે છે ઈરા ખાન

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ
તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

બૉલિવુડ અભિનેતા આમિર ખાન (Aamir Khan)ની દીકરી ઈરા ખાન (Ira Khan) ફરી એકવાર પ્રેમમાં પડી છે. આ વખતે તે બીજા કોઈને નહીં પણ પિતાના ફિટનેસ કોચ નૂપુર શિખરે (Nupur Shikhare)ને ડેટ કરે છે. બન્ને જણ છ મહિનાથી એકબીજાને ડેટ કરતા હોવાના અહેવાલ છે.

ઈરા ખાન લૉકડાઉન દરમિયાન ફિટનેસ પર ધ્યાન આપી રહી હતી ત્યારે જ તે ફિટનેસ કોચ નૂપુર શિખરે તરફ આકર્ષાઈ અને તેના પ્રેમમાં પડી હોવાનું કહેવાય છે. ઈરાએ ફિટનેસ બનાવવાનું મન બનાવવાનું મન બનાવ્યું અને નૂપુર તેની લાઈફમાં આવ્યો પછી બન્નેનું બોન્ડિંગ સ્ટ્રોંગ થઈ ગયું છે. બંનેએ સોશ્યલ મીડિયા પર ઘણા વીડિયો અને તસવીરો શૅર કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, ઈરા અને નુપૂર હાલમાં જ આમિર ખાનના મહાબળેશ્વર ફાર્મહાઉસ પર વેકેશન માણવા ગયા હતા. બન્ને વધુમાં વધુ સમય એકબીજા સાથે સ્પેન્ડ કરી રહ્યા છે. ત્યાં સુધી કે ઈરાએ તેની માતા રિના દત્તા સાથે પણ નુપૂરની મુલાકાત કરાવી છે જેને કારણે માનવામાં આવી રહ્યું છે કે બંને રિલેશનશિપને લઈને ઘણા સિરિયસ છે.

નુપૂર પહેલાં ઈરા મિશાલ કૃપલાણી નામના મ્યુઝિક કમ્પોઝર સાથે રિલેશનશિપમાં હતી. બન્નેના રોમેન્ટિક ફોટો સોશ્યલ મીડિયા પર ઘણા વાયરલ પણ થયા હતા. પરંતુ ડિસેમ્બર 2019માં બન્નેનું બ્રેકઅપ થઈ ગયું હતું. ત્યારબાદ ઈરા ડિપ્રેશનમાં હોવાની વાતને લઈને ચર્ચામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, 23 વર્ષીય ઈરાએ ગયા વર્ષે 'યુરોપાઈડ્સ મેડિયા'નામના રોલ પ્લેથી થિયેટર ડેબ્યુ કર્યું હતું. તેણે આ પ્લેને ડિરેક્ટ કર્યું હતું. આ શોથી વરુણ ધવનની ભત્રીજી અંજીની ધવને એક્ટ્રેસ તરીકે ડેબ્યુ કર્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK