Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બંગાળી ફૂડ અને કલકત્તાનું કલ્ચર ખૂબ પસંદ છે આહના કુમરાને

બંગાળી ફૂડ અને કલકત્તાનું કલ્ચર ખૂબ પસંદ છે આહના કુમરાને

03 October, 2020 06:56 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બંગાળી ફૂડ અને કલકત્તાનું કલ્ચર ખૂબ પસંદ છે આહના કુમરાને

આહના કુમરા

આહના કુમરા


બંગાળી ફૂડ અને કલકત્તાનું કલ્ચર આહના કુમરાને ખૂબ પસંદ છે અને એને તે ખૂબ મિસ કરી રહી છે. કલકત્તા વિશે આહનાએ કહ્યું હતું કે ‘મેં કલકત્તામાં ખૂબ સમય પસાર કર્યો છે. હું સતત બંગાળીઓથી ઘેરાયેલી રહેતી હતી. મારો દેવર બંગાળી છે. ટીવી સિરીઝ ‘યુદ્ધ’નો મારો પહેલો ડિરેક્ટર રીભુ દાસગુપ્તા બંગાળી છે. હું થિયેટરમાં પહેલેથી કામ કરતી આવી છું, એથી રબિન્દ્ર સદનમાં પર્ફોર્મન્સિસ માટે જતી હતી. બંગાળી ભોજન, સંસ્કૃતિ એ બધાથી હું એટલી તો ટેવાઈ ગઈ છું કે મને ઘર જેવું જ લાગે છે.’

આહનાએ ‘રૂલ્સ ઑફ ધ ગેમ્સ’માં કામ કર્યું છે જે Zee5 પર ચાલી રહી છે. બંગાળી ફૂડ પ્રતિ જે પ્રેમ છે એ વિશે આહનાએ કહ્યું હતું કે ‘વાત જ્યારે મારા ફ્રેન્ડ અને કલીગ ટૉની દાની આવે છે તો હું એટલું જરૂર કહીશ કે તેમણે જ અમને બગાડ્યા છે. હવે અમારે સેટ પર પાછા જવું છે. ફિલ્મ માટે થયેલી પહેલી મીટિંગ વખતે તેમણે અમને ઘરે બોલાવ્યા હતા. તેમણે અમને સ્વાદિષ્ટ બંગાળી ભોજન પીરસ્યું હતું. આવું ભોજન ખાવા માટે તો હું તેમની સાથે અન્ય ફિલ્મ કરવા માગું છું. ફિલ્મ પત્યા બાદ પ્રસૂન અમારા કાસ્ટિંગ ડિરેક્ટર જે બંગાળી છે, તેમણે પણ અમને તેમના ઘરે જમવા બોલાવ્યા હતા. એ વખતે અમને ફરીથી સ્વાદિષ્ટ ભોજન ખાવા મળ્યું હતું. બંગાળી ફૂડમાં કંઈક તો જાદુ છે. એનો મસાલો, એની તાજગી એ બધાથી એ ફૂડ માટેની લાલચ વધતી જાય છે.’


Whatsapp-channel Whatsapp-channel

03 October, 2020 06:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK