આમના પર ન ચાલ્યો રણવીર સિંહના સ્ટારડમનો જાદૂ, કર્યા ઈગ્નોર

Published: Oct 19, 2019, 15:53 IST | મુંબઈ

જ્યારે રણવીરે પોતાનો હાથ એ બાળક તરફ આગળ વધાર્યો તે એ નાનકડા બાળકે તેમને ઈગ્નોર કરી દીધા અને રણવીર સિંહ એ જોઈને ચોંકી ગયા.

રણવીર સિંહ અને રોહિત શેટ્ટી
રણવીર સિંહ અને રોહિત શેટ્ટી

જો તમને એરપોર્ટ પણ રણવીર સિંહ જોવા મળે તો તમારું રીએક્શન કેવું હોય? ચાહકો તેમને મળવા માટે ઉતાવળા હોય છે. પરંતુ કોઈક એવું પણ છે જેના પર તેમના સ્ટારડમનો જાદૂ ન ચાલ્યો.

 
 
 
View this post on Instagram

@loewe

A post shared by Ranveer Singh (@ranveersingh) onOct 5, 2019 at 10:05am PDT


ફિલ્મ અભિનેતા રણવીર સિંહ શુક્રવારે એરપોર્ટ પર જોવા મળ્યા. રણવીર બ્લ્યૂ કલરના વેલ્વેટના ટ્રેક સૂટ અને વ્હાઈટ સ્નીકર્સમાં જોવા મળ્યા. આમ તો રણવીર ટ્રાવેલ કરતા રહે છે એટલે તેમને એરપોર્ટ પર જોવા સામાન્ય વાત છે. પરંતુ આ વખતે કાંઈક એવું થયું જેનાથી રણવીર સિંહ પોતે ચોંકી ગયા.

થયું એવું કે એરપોર્ટ પર રણવીરની નજર એક બાળક પર પડી. જ્યારે રણવીરે પોતાનો હાથ એ બાળક તરફ આગળ વધાર્યો તે એ નાનકડા બાળકે તેમને ઈગ્નોર કરી દીધા અને રણવીર સિંહ એ જોઈને ચોંકી ગયા. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તમે પણ જુઓ આ ફોટો..

RANVEER

એરપોર્ટ પર રણવીરની સાથે રોહિત શેટ્ટી પણ નજર આવ્યા. રણવીર રોહિત શેટ્ટી સાથે સૂર્યવંશમમાં કામ કરી રહ્યા છે. સાથે જ રણવીર કબીર ખાનના નિર્દેશનમાં 1983ના વર્લ્ડ કપ પર બનનારી ફિલ્મ 83માં પણ નજર આવશે. જેમાં તેની પત્નીની ભૂમિકામાં દીપિકા જોવા મળશે. 83ની ટીમે તાજેતરમાં જ લંડનમાં મોટા પાયે શૂટિંગ કર્યું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK