Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > 47 ધનસુખ ભવન અને ધૂનકીઃ બે ગુજરાતી ફિલ્મો વચ્ચે ટક્કર

47 ધનસુખ ભવન અને ધૂનકીઃ બે ગુજરાતી ફિલ્મો વચ્ચે ટક્કર

26 July, 2019 02:33 PM IST | અમદાવાદ

47 ધનસુખ ભવન અને ધૂનકીઃ બે ગુજરાતી ફિલ્મો વચ્ચે ટક્કર

47 ધનસુખ ભવન અને ધૂનકીઃ બે ગુજરાતી ફિલ્મો વચ્ચે ટક્કર


સામાન્ય રીતે બોલીવુડની ફિલ્મો બોક્સ ઓફિસ પર એકસાથે થતી હોય છે. અને કેટલીકવાર બે ફિલ્મોની ક્લેશ એ ચર્ચાનું કારણ પણ બનતી હોય છે. આજે કંગના રનૌતની ફિલ્મ જજમેન્ટલ હૈ ક્યા રિલીઝ થઈ છે, અને આજના જ દિવસે હ્રિતિક રોશનની ફિલ્મ સુપર 30 રિલીઝ થવાની હતી. જો કે આ ક્લેશ ટાળવા સુપર 30 વહેલી રિલીઝ કરી દેવાઈ. ત્યારે હવે આવી જ એક ઘટના ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બની છે.

બે ગુજરાતી ફિલ્મો એક સાથે રિલીઝ થાય તેવી ઘટનાઓ કદાચ ઓછી બને છે. જો કે 26 જુલાઈ એટલે કે આજે 47 ધનસુખ ભવન અને ધૂનકી બંને ફિલ્મો રિલીઝ થઈ છે. ત્યારે દર્શકો માટે પણ કઈ ફિલ્મ જોવી એ મુંઝવણ સર્જાઈ છે. નૈતિક રાવલે ડિરેક્ટ કરેલી ફિલ્મ '47 ધનસુખ ભવન' એ નવો પ્રયોગ છે. આ ફિલ્મ એટલા માટે ખાસ છે, કારણ કે તે પહેલી ગુજરાતી વન શોટ ફિલ્મ છે. આ ઉપરાંત ફિલ્મના ટ્રેલર અને ટીઝરે લોકોમાં ઉત્સુક્તા દેખાતી હતી. હવે આજે આ ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે 47 ધનસુખ ભવનમાં ગૌરવ પાસવાલા, રિશી વ્યાસ અને શ્યામ નાયર છે.



તો પ્રતીક ગાંધી અને દીક્ષા જોશી સ્ટારર ફિલ્મ 'ધૂનકી' રિલીઝ થઈ છે. આ ફિલ્મથી અનીશ શાહ ડિરેક્શનમાં ડેબ્યુ કરી રહ્યા છે. ફિલ્મના ગીતો લોકોને ખૂબ જ પસંદ આવ્યા છે. તો ફિલ્મનું ટ્રેલર પણ વખણાયું હતું. આ ફિલ્મમાં પ્રતીક ગાંધી અને દીક્ષા જોશીની સાથે સાથે વિશાલ શાહ અને કૌશાંબી ભટ્ટ પણ છે. ધૂનકી પણ આજે રિલીઝ થઈ રહી છે.


આ પણ વાંચોઃ Do Not Disturb વિશે વાત કરે છે મલ્હાર ઠાકર અને માનસી પારેખ ગોહિલ

લગભગ બે વર્ષ બાદ એક જ દિવસે બે અર્બન ગુજરાતી ફિલ્મ રિલીઝ થવાની ઘટના બની છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે કઈ ફિલ્મ દર્શકોને વધુ પસંદ આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

26 July, 2019 02:33 PM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK