47 ધનસુખ ભવનઃ એકલામાં જોશો તો જરૂર ડરી જશો

Updated: Jun 17, 2019, 15:09 IST | મુંબઈ

અપકમિંગ ગુજરાતી ફિલ્મ 47 ધનસુખ ભવનનું ટીઝર રિલીઝ થઈ ચુક્યુ છે. 47 ધનસુખ ભવન એ પહેલી સુપરનેચરલ ગુજરાતી ફિલ્મ છે. ફિલ્મનું ટીઝર યુટ્યુબ પર રિલીઝ થઈ ચૂક્યુ છે.

અપકમિંગ ગુજરાતી ફિલ્મ 47 ધનસુખ ભવનનું ટીઝર રિલીઝ થઈ ચુક્યુ છે. 47 ધનસુખ ભવન એ પહેલી સુપરનેચરલ ગુજરાતી ફિલ્મ છે. ફિલ્મનું ટીઝર યુટ્યુબ પર રિલીઝ થઈ ચૂક્યુ છે. આ ટીઝર જો તમે એકલામાં જોશો તો તમને ડરાવવા માટે પુરતુ છે. ફિલ્મના ટીઝરમાં 47, ધનસુખ ભવન નામનું બિલ્ડિંગ બતાવવામાં આવ્યું છે. ટીઝર પરથી સ્ટોરીનો માત્ર એટલો અંદાજ લગાવી શકાય કે આ ફિલ્મ એક સુપરનેચરલ ફિલ્મ છે. ટીઝરમાં ત્રણ યુવાનો દર્શાવાયા છે, જે ધનસુખ ભવનમાં રહેવા જાય છે. અને તેમાંથી એક યુવાનને કંઈક અજીબોગરીબ દેખાય છે, જે પછી તે સતત ડર્યા કરે છે.

જો કે ટીઝર પરથી ફિલ્મની સ્ટોરીનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. આ ત્રણ યુવાનો કોણ છે, કેમ આ બિલ્ડિંગમાં રહેવા આવ્યા છે, આ બિલ્ડિંગ સાથે ત્રણેયનો શું સંબંધ છે, તે પણ ક્લિયર નથી થતું. એટલે કે આ ફિલ્મ હોરર અને થ્રિલરનું મિક્સચર હોઈ શકે છે.

અહીં જુઓ ફિલ્મનું ટીઝર

આ ફિલ્મની સ્ટોરી નૈતિક રાવલે લખી છે અને ફિલ્મને ડિરેક્ટ પણ તેમણે જ કરી છે. તો ફિલ્મમાં લીડ રોલમાં ગૌરવ પાસવાલા, રિશી વ્યાસ અને શ્યામ નાયર દેખાઈ રહ્યા છે. ફિલ્મના ટીઝરમાં કોઈ પણ ડાઈલોગ નથી. માત્ર ટીઝરના અંતમાં એટલું જ સંભળાય છે કે કે ઉપર કોઈ છે. ગ્રે શેડમાં રિલીઝ થયેલું ફિલ્મનું ટીઝર ચોક્કસ એકવાર તો રુંવાડા ઉભા કરી જ દેશે.

પહેલી ગુજરાતી વન શોટ ફિલ્મ

47, ધનસુખ ભવન એ પહેલી ગુજરાતી ફિલ્મ હોવાની સાથે સાથે અન્ય એક રીતે પણ ખાસ છે. આ પહેલી ગુજરાતી વન શોટ ફિલ્મ છે. એટલે કે એક જ સિંગલ કેમેરાથી સિંગલ ટેકમાં શૂટ થઈ હોય તેવી આ પહેલી ગુજરાતી ફિલ્મ છે. આ પ્રકારના એક્સપેરિમેન્ટ હોલીવુડમાં થઈ ચૂક્યા છે. પરંતુ ગુજરાતમાં ડિરેક્ટર નૈતિક રાવલ પહેલીવાર આ કન્સેપ્ટ સાથે આવી રહ્યા છે. ફિલ્મનું ફૂલ ટ્રેલર 24 જૂનેએ રિલીઝ થવાનું છે. ફિલ્મમાં શરૂથી અંત સુધી ક્યારેય કટ નહીં દેખાય.

આ પણ વાંચોઃ ગુજરાતી એક્ટ્રેસ સ્નેહલતા હાલ જીવી રહી છે આવું જીવન, વાંચો અહીં

26 જુલાઈએ થશે રિલીઝ

ગેલોપ્સ ટોકિઝે પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મ 26 જુલાઈએ રિલીઝ થવાની છે. ફિલ્મના પોસ્ટરમાં જ આ તારીખ જાહેર કરી દેવાઈ છે. 47 ધનસુખ ભવનના રાઈટર ડિરેક્ટર નૈતિક રાવલ આ પહેલા પણ બે ગુજરાતી ફિલ્મો આપી ચૂક્યા છે. 2011માં આવેલી ચાર અને 2016માં તેમણે જે પણ કહીશ એ સાચું જ કહીશ ફિલ્મ ડિરેક્ટ કરી હતી. આ ઉપરાંત તેઓ કેટલીક હિન્દી સિરીયલોમાં પણ કામ કરી ચૂક્યા છે. તો એક્ટર ગૌરવ પાસવાલા છેલ્લે 'ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર' નામની કોર્ટરૂમ ડ્રામા ગુજરાતી ફિલ્મમાં દેખાયા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK