ગુજરાતી એક્ટ્રેસ સ્નેહલતા હાલ જીવી રહી છે આવું જીવન, વાંચો અહીં

Updated: Jun 17, 2019, 11:25 IST | શીતલ પટેલ | મુંબઈ

જ્યારે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની વાત કરતા હોઈએ ત્યારે આજથી દસ વર્ષ પહેલાના ગુજરાતી ફિલ્મો ચોક્કસ આવે છે અને માનસ પર છવાઈ જાય તેવા સેલિબ્રિટીઝ જેમકે નરેશ કનોડિયા, ઉપેન્દ્ર ત્રિવેદી, હિતેન કુમાર, રોમા માણેક અને સ્નેહલતા.

સ્નેહલતા
સ્નેહલતા

જ્યારે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની વાત કરતા હોઈએ ત્યારે આજથી દસ વર્ષ પહેલાના ગુજરાતી ફિલ્મો ચોક્કસ આવે છે અને માનસ પર છવાઈ જાય તેવા સેલિબ્રિટીઝ જેમકે નરેશ કનોડિયા, ઉપેન્દ્ર ત્રિવેદી, હિતેન કુમાર, રોમા માણેક અને સ્નેહલતા. આજે અમે તમારી સામે વાત કરવાના છીએ ગુજરાતી ફિલ્મની મહાન નાયિકા સ્નેહલતા વિશે. એ સમય અલગ હતો જ્યારે ગુજરાતી રંગભૂમિ પર આ અભિનેત્રીએ પોતાની કળાથી લોકોનો દિલ જીતી લીધા હતા. આજે લોકો જાણે કે એમને ભૂલી જ ગયા છે. અનેક ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી સ્નેહલતા ઘણા વર્ષોથી ફિલ્મો અને મીડિયાથી દૂર છે. તો જુઓ હાલ ક્યાં છે અને કેવું જીવન જીવે છે.

આ એજ સ્નેહલતા છે જેમણે ગુજરાતી ફિલ્મ જગતમાં સારા-સારા સુપરહિટ ફિલ્મોની લાઈન લગાવી દીધી હતી. તેમણે નરેશ કનોડિયા અને ઉપેન્દ્ર ત્રિવેદી સાથે ઘણી ફિલ્મો કરી છે અને તે બધી જ હિટ રહી છે.

સ્નેહલતા હાલ મુંબઈમાં બાન્દ્રા વિસ્તારમાં તેમના પરિવાર સાથે રહે છે અને હવે ફિલ્મી જગતથી દૂર જ રહે છે. 64 વર્ષીય સ્નેહલતા થોડા વર્ષો પહેલા વઢવાણમાં તેમના સગાને ત્યાં લગ્ન પ્રસંગમાં જોવા મળેલા. તે હવે ઘણા બદલાઈ ગયા છે.

snehlata-03

તેમની એક દીકરી ઈન્દિરા ડૉક્ટર છે. તેમને જ્યારે ટીવી પડદા પર પાછા ફરવાની વાત કરી ત્યારે તેઓએ જણાવ્યું કે પોતે હવે કોઇપણ ફિલ્મ, ધારાવાહિક કે સીરિયલમાં કામ કરવા માંગતા નથી. હવે તે પૂરતો સમય પોતાના પરિવારને આપવા માંગે છે.

આમ તો લગભગ ઘણા સિતારાઓ કોઈ પ્રસંગ અથવા ઈવેન્ટમાં જોવા મળી જાય છે, પણ સ્નેહલતાની વાત કરીએ તો તેઓ જાહેરમાં આવવાનું ટાળે છે. તેઓ હાલ શું કરે છે, એ ખૂબ ઓછા લોકો જાણે છે.

લગભગ 22 વર્ષ પહેલા ફિલ્મ જગત છોડ્યા પછી, તેઓ જાહેરમાં ખૂબ જ ઓછા દેખાય છે. તેમનું કહેવું છે કે મને હવે ગ્લેમરનો કોઈ જ મોહ નથી. હું બાન્દ્રામાં મારા પરિવાર સાથે રહું છું. કોઈ પાર્ટી કે ફંક્શનમાં જતી નથી. મને મારા ફૅમિલી લાઈફથી ઘણો પ્રેમ છે.

snehlata-04

સ્નેહલતાએ અનેક સુપરહિટ ગુજરાતી ફિલ્મો આપી છે. જેમકે રાનવઘણ, ભાદર તારા વહેતા પાણી, મોતી વેરાણા ચોકમાં, હિરણને કાંઠે, વીર માંગરવાળો, ઢોલો મારૂં, ઢોલી, રાણી રિક્ષાવાળી, ભાવ ભાવના બેરૂ, રાણો કુંવર, સોન કંસારી, હરિશ્ચંદ્ર તારામતી, હોથલ પદમણી, કોરા આંચલ, જય હનુમાન જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.

આ પણ વાંચો : મળો ઢોલીવુડના ફર્સ્ટ ફેમિલીને, કાંઈક આવી છે કનોડિયા પરિવારની લાઈફ

તેમણે પોતાની કારર્કિદીની શરૂઆત મરાઠી ફિલ્મોથી કરી હતી. તે ઉપરાંત તેમણે ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે અને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમનું અદ્ભુત યોગદાન રહ્યું છે.

70ના દાયકામાં તેઓએ ઉપેન્દ્ર ત્રિવેદી સાથે અને 80ના દાયકામાં તેઓએ નરેશ કનોડિયા સાથે પડદા પર જોડી જમાવી રાખી હતી અને દર્શકોએ જોડીના વખાણ પણ કર્યા હતા.

snehlata-02

સ્નેહલતાજીને ઘણી ટીવી ચેનલોમાંથી સારી ઑફર કરવામાં આવી છે પણ એમણે બધી જ ઑફર નકારી દીધી છે. એક સમય એવો હતો જ્યારે સતત કૅમેરાની સામે રહેતા તેમને હવે ફોટોગ્રાફ્સ લેવાના પણ નથી ગમતા.

આ પણ વાંચો : Exclusive : ગુજરાતી સુપર સ્ટાર મલ્હાર ઠાકર હવે બનશે 'સારાભાઈ' !

સ્નેહલતા અને ઉપેન્દ્ર ત્રિવેદીનું સુરત શહેર ખાતે ગુજરાતી ફિલ્મોમાં મોટો ફાળો આપવા બદલ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK