ક્રિતી સૅનનના વર્કઆઉટ માટે અક્કીએ જિમ ખુલ્લું મૂક્યું

Published: 28th November, 2014 08:39 IST

પર્સનલ જિમમાં કોઈને ડોકિયું પણ ન કરવા દેતો અક્કી નવી આવેલી હિરોઇન પર ઓળઘોળ

એવું કહેવાય છે કે સલમાન ખાન અને સંજય દત્ત પોતાના ઘરે તૈયાર કરેલાં જિમ હંમેશાં સહકલાકારો અને નજીકની વ્યક્તિઓ માટે ખુલ્લાં કરી આપે છે, પરંતુ અક્ષયકુમાર પોતાના અંગત જિમમાં કોઈને પ્રવેશવા નથી દેતો. જોકે હવે અક્કીએ પણ પોતાનો આ નિયમ તોડીને ફિલ્મ ‘હીરોપંતી’થી ઍક્ટિંગની કરીઅર શરૂ કરનારી ક્રિતી સૅનનને વર્કઆઉટ કરવા માટે જિમ ખુલ્લું કરી આપ્યું છે. અક્કી અને ક્રિતી પ્રભુ દેવાની ‘સિંઘ ઇઝ બ્લિંગ’ ફિલ્મમાં કો-સ્ટાર છે.

ક્રિતીને સુડોળ શરીર માટે જરૂરી એક્સરસાઇઝ માટે અક્ષયે પોતાના ઘરનું પ્રાઇવેટ જિમ ખોલી આપ્યાનું કહેવાઈ રહ્યું છે. અક્ષય માને છે કે ફિટનેસ એટલે સ્ટૅમિના ડેવલપ કરવો અને પોતાના જિમમાં પાકૂર્ર, માર્શલ આર્ટ્સ અને જિમ્નૅસ્ટિક્સનો ભરપૂર સરંજામ હશે જ.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ‘અક્ષય પોતાના જિમમાં ક્યારેય કોઈને ડોકિયું પણ કરવા નથી દેતો એથી ક્રિતીને વર્કઆઉટ માટે પ્રાઇવેટ જિમના દરવાજા ખુલ્લા મૂક્યા એનાથી ઘણાનાં ભવાં વંકાયાં છે. અક્ષય નવા કો-સ્ટાર્સનું માર્ગદર્શન કરે છે, પરંતુ પોતાના ઘરના જિમના દરવાજા ખુલ્લા નથી કરતો. એથી તેણે ક્રિતી માટે આ નિયમ તોડ્યો હોવાનું કહી શકાય.’

‘સિંઘ ઇઝ બ્લિંગ’નું અક્ષય અને ક્રિતીનું શૂટિંગ જાન્યુઆરીમાં શરૂ થવાનું છે. એવું જાણવા મળ્યું છે કે અક્ષયની ભલામણથી ક્રિતી માર્શલ આર્ટ્સના પાઠ ભણી રહી છે. સૂત્રોએ કહ્યું હતું કે ક્રિતીને ‘હીરોપંતી’માં જોયા બાદ અક્કી જ પ્રભુ દેવાના આ પ્રોજેક્ટમાં તેને લેવા માટે ઉત્સુક હતો. જોકે આ મામલે અક્ષયકુમાર કે ક્રિતી સૅનનનો સંપર્ક થઈ શક્યો નહોતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK