મહાભારતના અર્જુનની જેમ લક્ષ્ય છે ‘મત્સ્ય વેધ’
‘મત્સ્ય વેધ’નું પોસ્ટર
વેબ સિરીઝ : મત્સ્ય વેધ
કાસ્ટ : આરજે દેવકી, માનવ ગોહિલ
ADVERTISEMENT
લેખક : જતન પંડ્યા, નિરવ બારોટ, ઉરેન કુમાર
ડિરેક્ટર : નિરવ બારોટ
રેટિંગ : ૩/૫
પ્લસ પોઇન્ટ : ટ્વિસ્ટ ઍન્ડ ટર્ન્સ, ક્રાઇમ સ્ટોરી
માઇનસ પોઇન્ટ : ગૂંચવણ ભરેલા ડાયલોગ, લાઇટિંગ
વેબ સિરીઝની વાર્તા
વેબ સિરીઝની વાર્તા ડૉક્ટર કે. શાશ્વત (આરજે દેવકી) અને મિસ્ટર કુમાર (માનવ ગોહિલ) બે પાત્રો વચ્ચે ફરે છે. એક સાયકૉલિજિસ્ટ અને એના પેશન્ટ વચ્ચે એક રુમમાં એક પર્ફેક્ટ મર્ડરની ચર્ચા થાય છે. મિસ્ટર કુમારનું ધ્યેય પર્ફેક્ટ મર્ડરનું છે. ડૉક્ટર શાશ્વતને મહાભારતના કૃષ્ણની જેમ સારથી બનવાનું કહીને મિસ્ટર કુમાર પર્ફેક્ટ મર્ડરના પ્લાનમાં અર્જુન બને છે. આ ક્રાઇમનું પ્લાનિંગ કરતી વખતે વાર્તામાં અનેક ટ્વિસ્ટ ઍન્ડ ટર્ન્સ આવે છે તેમ જ કેટલાક વિચારી પણ ન શકાય તેવા રહસ્યો છતા થાય છે. વેબ સિરીઝના પાંચ એપિસોડ છે. મૂક સંવાદમાં કોણ કરશે વિલાપ અને કોણ થશે કેદ એ તો રાઝ ખૂલશે ત્યારે ખબર પડશે.
પરફોર્મન્સ
વેબ સિરીઝ દ્વારા આરજે દેવકીએ ઓટીટી ડેબ્યૂ કર્યું છે. પોતાની જ દુનિયામાં એકલવાયી રહેતી સાયકૉલિજિસ્ટ દેવકીએ શાંત સ્વભાવ અને ગુસ્સાની કન્ટિન્યૂટી સરસ જાળવી રાખી છે.
હંમેશા ક્યૂટ અને એક સારા વ્યક્તિનું પાત્ર ભજવતો અભિનેતા માનવ ગોહિલ મિસ્ટર કુમારના પાત્રમાં ગ્રે શેડવાળા એક અલગ જ રોલમાં જોવા મળે છે. સિરીઝમાં માનવ ગોહિલના અનેક રૂપ જોવા મળે છે. ગુસ્સો કરવાનો હોય કે રહસ્ય ઊભું કરવાનું હોય માનવે દરેક ઇમોશન્સને બહુ સારી રીતે સ્ક્રિન પર ઉજાગર કર્યા છે.
સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
વાર્તા જતન પંડ્યાની છે. નિરવ બારોટ અને ઉરેન કુમાર કૉ-રાઇટર છે. વાર્તામાં મર્ડર મિસ્ટ્રીની કહાની જે ટ્વિસ્ટ ઍન્ડ ટર્ન્સ લે છે. દરમિયાન અમુક ડાયલોગ થોડાક ગૂંચવણ ભરેલા છે, જે દર્શકોને કન્ફયૂઝ કરે છે. બાકી વાર્તામાં શરુઆતથી થોડોક ખ્યાલ આવી જાય કે કઈ દિશામાં વળાંક લેશે. તેમ છતા વાર્તા અંત સુધી દર્શકને જકડી રાખે છે.
દિગ્દર્શન નિરવ બારોટનું છે. એક જ રુમમાં ચાલતી વાર્તામાં દિગ્દર્શકે દરેક ખુણાને આવરી લીધા છે. ક્યાંક લાઇટિંગ બહુ જ સરસ છે. પણ કેટલાક સીનમાં લાઇટના અભાવને કારણે અંધારુ લાગે છે.
મ્યુઝિક
સિરીઝમાં સંગીત દિવ્યાંગ અરોરાનું છે. સિરીઝના દરેક એપિસોડના ઇન્ટ્રોમાં એક સરસ કવિતા છે. આ કવિતાઓ નતાશા રાવલ ‘સ્પર્શ’ની છે અને તેને સ્વરાંકન પ્રફુલ દવેએ કરી છે. આ દરેક કવિતા એપિસોડનો મર્મ સમજાવે છે.
જોવી કે નહીં?
એક અનોખી ક્રાઇમ સ્ટોરીનો અનુભવ કરવા ‘મત્સ્ય વેધ’ વેબ સિરીઝ જોવી જોઈએ.

