જોકે તેણે સગાઈ કોની સાથે કરી એ વિશે માહિતી નથી મળી.
માનવી ગાગરુ
માનવી ગાગરુએ સગાઈ કરી લીધી હોવાની જાહેરાત સોશ્યલ મીડિયામાં કરી છે. પોતાનો ફોટો તેણે શૅર કર્યો હતો. એ ફોટોમાં તે ખૂબ એક્સાઇટેડ દેખાય છે. તેના હાથમાં એન્ગેજમેન્ટ રિંગ પણ દેખાઈ રહી છે. જોકે તેણે સગાઈ કોની સાથે કરી એ વિશે માહિતી નથી મળી. માનવીએ ‘PK’, ‘નો વન કિલ્ડ જેસિકા’ અને ‘કિલ દિલ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. સાથે જ તે વેબ-સિરીઝ ‘TVF પિચર્સ’, ‘ટ્રિપલિંગ’, ‘ફૉર મોર શૉટ્સ પ્લીઝ’ અને ‘મેડ ઇન હેવન’માં દેખાઈ હતી. એન્ગેજમેન્ટની અનાઉન્સમેન્ટ કરતાં સૌકોઈ તેને અભિનંદન આપી રહ્યા છે. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને માનવીએ કૅપ્શન આપી હતી, ‘તો આવી રીતે આ થઈ ગયું. એન્ગેજ્ડ.’