Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > આજે પણ બન્ને દેશના લોકો અનેક રીતે સાથે જોડાયેલા છે

આજે પણ બન્ને દેશના લોકો અનેક રીતે સાથે જોડાયેલા છે

05 May, 2024 08:12 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હીરામંડી ને પાકિસ્તાનથી મળી રહેલા પ્રેમ પર સંજય લીલા ભણસાલીએ કહ્યું...

સંજય લીલા ભણસાલી

સંજય લીલા ભણસાલી


સંજય લીલા ભણસાલીની વેબ-સિરીઝ ‘હીરામંડી : ધ ડાયમન્ડ બાઝાર’ને પાકિસ્તાનના લોકો પણ ભરપૂર પ્રેમ આપી રહ્યા છે. આ સિરીઝની સ્ટોરી આઝાદીના પહેલાંના સમયને દેખાડે છે. આ શો નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહ્યો છે. સિરીઝને મળી રહેલા પ્રેમ વિશે સંજય લીલા ભણસાલી કહે છે, ‘પાકિસ્તાનના લોકો તરફથી મને ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. લોકો આ સ્ટોરીની આતુરતાથી રાહ જોતા હતા. આ એક સ્ટોરીએ આપણને સૌને એક કર્યા. ભારતના જ્યારે ભાગલા નહોતા પડ્યા ત્યારની આ સ્ટોરી છે. બન્ને દેશના લોકોએ આ શો પર ખૂબ પ્રેમ વરસાવ્યો છે. આજે પણ મને લાગે છે કે આપણે એક છીએ. એવું લાગે છે કે આપણે ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે સંકળાયેલા છીએ. કેટલાક લોકો જે વિવાદ ઊભો કરે છે તેમને બાકાત કરતાં બન્ને દેશના લોકો વચ્ચે પ્રેમ છે.’

હીરામંડીમાં ઍક્ટ્રેસિસે પહેરેલી જ્વેલરી રિયલ અને કરોડોની હતી



‘હીરામંડી : ધ ડાયમન્ડ બાઝાર’માં તમામ ઍક્ટ્રેસિસે જે જ્વેલરી પહેરી છે એ બધી રિયલ હોવાનું રિચા ઢ્ઢાએ જણાવ્યું છે. એ જ્વેલરીની કિંમત કરોડો રૂપિયા હોવાની માહિતી પણ તેણે આપી છે. આ શોમાં રિચાની સાથે સોનાક્ષી સિંહા, મનીષા કોઇરાલા, અદિતિ રાવ હૈદરી, સંજીદા શેખ, શર્મિન સેગલ અને ફરીદા જલાલ પણ જોવા મળે છે. આ શોમાં કામ કરવાનો અનુભવ અને જ્વેલરી વિશે રિચા કહે છે, ‘સુંદર કપડાં અને આકર્ષક જ્વેલરી એ બધું રિયલ હતું. હા, આ બધી જ્વેલરી રિયલ છે. જો હું એ બધી પહેરીને ભાગી જાઉં તો હું એનાથી મારી પોતાની એક ફિલ્મ બનાવી શકીશ.’


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2024 08:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK