આ શો માટે કેટલાક સ્પર્ધકો નક્કી કરવામાં આવ્યા છે અને અન્ય સાથે હજી ચર્ચા ચાલી રહી છે.
સલમાન ખાન
સલમાન ખાને ‘બિગ બૉસ OTT’ની બીજી સીઝનના પ્રોમોનું શૂટિંગ રૅપર રફતાર સાથે પૂરું કર્યું છે. આ વખતે ‘બિગ બૉસ OTT’ને કરણ જોહર નહીં, પરંતુ સલમાન હોસ્ટ કરશે. એની પહેલી સીઝનને કરણ જોહરે હોસ્ટ કરી હતી. હવે એનું પ્રોમો શૂટ ફિલ્મસિટીમાં કરવામાં આવ્યું છે. આ શો માટે કેટલાક સ્પર્ધકો નક્કી કરવામાં આવ્યા છે અને અન્ય સાથે હજી ચર્ચા ચાલી રહી છે. જે પ્રોમો શૂટ કરવામાં આવ્યો છે એમાં સલમાન અને રફતારની જુગલબંદી દેખાડવામાં આવશે. ટૂંક સમયમાં એ પ્રોમો વિડિયો રિલીઝ કરવામાં આવશે. આ રિયલિટી શો ડિજિટલ પ્લૅટફૉર્મ જીયો સિનેમા અને વુટ સિલેક્ટ પર દેખાડવામાં આવશે. આ શોમાં સલમાનની એન્ટ્રી થતાં તેના ફૅન્સ પણ હરખાઈ ઊઠ્યા છે. હવે જ્યારે સલમાન ‘બિગ બૉસ OTT’ની બીજી સીઝનના પ્રોમો સાથે શાનદાર એન્ટ્રી કરશે ત્યારે તેનો સ્વૅગ જોવા જેવો રહેશે.