‘સ્પેશ્યલ ઑપ્સ’માં સૈયામીએ મહત્ત્વનું પાત્ર ભજવ્યું છે. નીરજ પાન્ડેના પ્રોજેક્ટ એકદમ અલગ હોય છે.
સૈયામી ખેર
સૈયામી ખેર હવે ‘સ્પેશ્યલ ઑપ્સ’ની આગામી સીઝન માટે તૈયાર છે. તે છેલ્લે અભિષેક બચ્ચન સાથે ‘ઘૂમર’માં જોવા મળી હતી, જેને મિક્સ રિવ્યુ મળ્યા હતા. જોકે ફિલ્મ બૉક્સ-ઑફિસ પર પિટાઈ ગઈ હતી. સૈયામી હવે તેના આગામી પ્રોજેક્ટ માટે તૈયાર છે અને એ નીરજ પાંડે સાથેનો છે. તેઓ ફરી સાથે કામ કરવાને લઈને ઉત્સુક છે. ‘સ્પેશ્યલ ઑપ્સ’માં સૈયામીએ મહત્ત્વનું પાત્ર ભજવ્યું છે. નીરજ પાન્ડેના પ્રોજેક્ટ એકદમ અલગ હોય છે અને એમાં નો-નૉન્સેન્સ પાત્રો જોવા મળે છે. ‘સ્પેશ્યલ ઑપ્સ’માં સૈયામીએ હાઈ-ઑક્ટેન ઍક્શન સીક્વન્સ આપી હતી. તેના પાત્રને હવે વધુ જોવા માટે દર્શકો ઉત્સુક છે. આ માટે હવે તેઓ ફરી સાથે કામ કરી રહ્યાં છે અને વર્ષના અંતમાં એનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. આ માટે હાલમાં પ્રી-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. આ માટે મોટા ભાગનું શૂટિંગ મુંબઈમાં કરવામાં આવશે અને અન્ય લોકેશન માટે હજી રેકી ચાલી રહી છે.

