રૉકેટ બૉય્ઝ’ની બીજી સીઝન સોની લિવ પર ટૂંક સમયમાં દેખાડવામાં આવશે

ઈશ્વાક સિંહ
‘રૉકેટ બૉય્ઝ’ની બીજી સીઝનમાં ફિઝિસિસ્ટ અને ઍસ્ટ્રોનોમર ડૉક્ટર વિક્રમ સારાભાઈના રોલ માટે ઈશ્વાક સિંહે કલાકો સુધી રિસર્ચ કર્યું હતી. ‘રૉકેટ બૉય્ઝ’ની બીજી સીઝન સોની લિવ પર ટૂંક સમયમાં દેખાડવામાં આવશે. આ આખી સિરીઝમાં તેમના જીવન પર પ્રકાશ પાડવામાં આવશે. તેમણે ઇન્ડિયન સ્પેસ પ્રોગ્રામના જનક કહેવાતા હતા. તેમણે ભારતમાં અણુશક્તિના વિકાસ માટે અગત્યનું યોગદાન આપ્યું હતું. ‘રૉકેટ બૉય્ઝ’ની બીજી સીઝનમાં પોતાના આ રોલ માટે કરેલી તૈયારીઓ વિશે ઈશ્વાક સિંહે કહ્યું કે ‘મેં વિક્રમ સારાભાઈનાં તમામ પાસાંઓ પર ધ્યાન આપ્યું હતું. હું તેમને અંદર અને બહારથી જાણવા માગતો હતો. અમદાવાદમાં તેમના બાળપણના દિવસોથી માંડીને કૅમ્બ્રિજમાં તેમના એજ્યુકેશનની સાથે તેમની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફનાં તમામ પરિબળોને હું જાણવા માગતો હતો. મેં સાયન્સની બધી બુક્સ વાંચી હતી. એટલે મારા માટે તો ફરીથી સ્કૂલમાં જવા જેવું હતું. મૅસેચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજીમાં પ્રોફેસર વૉલ્ટર લુઇનનાં લૅક્ચર્સ પણ અટેન્ડ કર્યાં હતાં. સાથે જ ઇસરો (ISRO) એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશનના સાયન્ટિસ્ટ કઈ રીતે બૉમ્બ બનાવે છે એનો અને આધુનિક ઇતિહાસ વિશે પણ સ્ટડી કર્યો હતો.’