શિલ્પા શુક્લાનું કહેવું છે કે ચૂપકી પણ ઘણું બોલી જાય છે. તે હવે વેબ શો ‘તાઝા ખબર’માં જોવા મળવાની છે.
શિલ્પા શુક્લા
શિલ્પા શુક્લાનું કહેવું છે કે ચૂપકી પણ ઘણું બોલી જાય છે. તે હવે વેબ શો ‘તાઝા ખબર’માં જોવા મળવાની છે. આ શોમાં તેની સાથે ભુવન બામની સાથે જે. ડી. ચક્રવર્તી, દેવેન ભોજાણી, શ્રિયા પિલગાંવકર અને પ્રથમેશ પરબ પણ જોવા મળશે. આ શો ૬ જાન્યુઆરીએ ડિઝની + હૉટસ્ટાર પર સ્ટ્રીમ કરવામાં આવશે. શિલ્પાએ અગાઉ ‘ચક દે ઇન્ડિયા’, ‘બી. એ. પાસ’, ‘હિટ : ધ ફર્સ્ટ કેસ’ અને ‘ભિંડી બઝાર’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ વિશે વાત કરતાં શિલ્પાએ કહ્યું કે ‘દૃશ્ય કરતાં હું કહીશ કે મેં દરેક પાત્ર સાથે મારા સાયલન્સને વધુ શૅર કર્યું છે. આ એક એવો શો છે જેમાં ચૂપકી પણ ઘણું કહી જાય છે. દરેક સાથે કામ કરવાની મને મજા આવી હતી, પરંતુ જેડી સર સાથે કામ કરવા માટે હું સુપર એક્સાઇટેડ હતી.’

