આ સિરીઝ ડિઝની+હૉટસ્ટાર પર ૬ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે
દેવેન ભોજાણી
દેવેન ભોજાણીએ જણાવ્યું છે કે આગામી વેબ-સિરીઝ ‘તાઝા ખબર’માં કામ કરવા માટે તેણે તરત હા પાડી હતી. આ સિરીઝ ડિઝની+હૉટસ્ટાર પર ૬ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. હેમાંક ગૌરે એને ડિરેક્ટ કરી છે. એને રોહિત રાજ અને ભુવન બામે પ્રોડ્યુસ કરી છે. એ સિરીઝને લઈને દેવેન ભોજાણીએ કહ્યું કે ‘હું લાઇફના ફલો પ્રમાણે પોતાની જાતને પર્સનલી અને પ્રોફેશનલી આકાર આપવા માગું છું. એ મારી જાતને વધુ એક્સપ્લોર કરવા અને વિકસિત કરવામાં મદદ કરે છે. ફિલ્મોને કારણે મને મનોરંજનના જગતમાં એક્સપ્લોઝર, ઘણુંબધું શીખવા મળે છે અને સુપરસ્ટાર્સ સાથે કામ કરવાની તક મળે છે. જોકે એનું શેડ્યુલ ખૂબ ટાઇટ, અચોક્કસ અને સ્ટ્રેચ્ડ હોય છે. સાથે જ મને ‘હીરોના ફ્રેન્ડ’ તરીકેના જ રોલ મળતા હતા. ટેલિવિઝન પર મને અલગ-અલગ રોલ, આર્થિક રીતે સલામતી અને અપાર પૉપ્યુલારિટી મળી છે.’
ડિજિટલ પ્લૅટફૉર્મની પ્રશંસા કરતાં દેવેન ભોજાણીએ કહ્યું કે ‘ઓટીટી આશાનું નવું કિરણ લઈને આવ્યું છે. હું યોગ્ય તક મળે એની રાહમાં હતો. જે પ્રકારે ‘જો જીતા વહી સિકંદર’ અને ‘દેખ ભાઈ દેખ’ દ્વારા મારી કરીઅરને દિશા મળી એ જ પ્રકારે ‘તાઝા ખબર’ પણ ડિજિટલ પ્લૅટફૉર્મ પર મારી કરીઅરને આગળ વધારશે. આ સિરીઝને એટલી સુંદર રીતે લખવામાં આવી કે એને ના પાડવાનું કોઈ કારણ નહોતું.’