તે હાલમાં ડિઝની+હૉટસ્ટાર પર આવતા વેબ-શો ‘પૉપ કૌન’માં દેખાઈ રહ્યો છે

કુણાલ ખેમુ
કુણાલ ખેમુનું કહેવું છે કે તેની અંદર રહેલી સેન્સ ઑફ હ્યુમરને કારણે તેની દુનિયાને કેવી રીતે જોવી એની મદદ મળે છે. તેણે ‘ગુલ ગુલશન ગુલફામ’થી કરીઅરની શરૂઆત કરી હતી. તે હાલમાં ડિઝની+હૉટસ્ટાર પર આવતા વેબ-શો ‘પૉપ કૌન’માં દેખાઈ રહ્યો છે. તેનું કહેવું છે કે તે નવી વસ્તુઓને એક્સ્પ્લોર કરવા માગે છે અને કૉમેડીને કારણે તે વસ્તુને સકારાત્મક રીતે જુએ છે. એ વિશે કુણાલ ખેમુએ કહ્યું કે ‘હંમેશાં કાંઈક નવું શીખવાનું, કંઈક નવું એક્સ્પ્લોર કરવાનું અથવા તો સુધારવાનું ગમે છે. મારું માનવું છે કે મારી અંદરની સેન્સ ઑફ હ્યુમર મને વિશ્વને કેવી રીતે જોવું એ શીખવે છે. સોશ્યલ મીડિયામાં પોતાની જાતને કેવી રીતે રજૂ કરું એ વિશે હું વધુ વિચારતો નથી. માત્ર એ જ કરું છું જે સ્વાભાવિક દેખાય.’