કરણ જોહરે ‘ધ નાઇટ મૅનેજર’ના ડિરેક્ટર સંદીપ મોદી સાથે બે ફિલ્મોની ડીલ સાઇન કરી હોવાની ચર્ચા છે.

કરણ જોહર
કરણ જોહરે ‘ધ નાઇટ મૅનેજર’ના ડિરેક્ટર સંદીપ મોદી સાથે બે ફિલ્મોની ડીલ સાઇન કરી હોવાની ચર્ચા છે. આ વેબ-શોમાં આદિત્ય રૉય કપૂર, અનિલ કપૂર, શોભિતા ધુલિપાલ, તિલોત્તમા શોમ અને સાસ્વત ચૅટરજી જોવા મળી રહ્યાં છે. એને મળી રહેલા રિસ્પૉન્સને જોતાં કરણ જોહરે એના ડિરેક્ટર સાથે કોલૅબરેશન કરવાનું નક્કી કર્યું છે. એવું જાણવા મળ્યું કે સંદીપ મોદી છેલ્લાં બે વર્ષથી એક સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છે અને હવે પેપરવર્ક પણ પૂરું કરવામાં આવ્યું છે. કરણ જોહર સાથે મોટા બજેટની ફિલ્મમાં સંદીપ મોદી કામ કરવાનો છે. ટૂંક સમયમાં ફિલ્મનું પ્રી-પ્રોડક્શનનું કામ શરૂ થશે. ફિલ્મમાં મોટા સ્ટાર હશે. આ વર્ષના અંત સુધી ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. સંદીપ મોદીની એન્ટ્રી વિશે હજી સુધી ચોક્કસ જાહેરાત કરવાની બાકી છે.

