° °

આજનું ઇ-પેપર
Saturday, 25 September, 2021


નાગેશ કુકુનુરને કારણે મેં ‘સિટી ઑફ ડ્રીમ્સ’ સાઇન કરી હતી : સચિન પિળગાવકર

27 July, 2021 03:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

એની બીજી સીઝન ૩૦ જુલાઈએ ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ થવાની છે. એમાં ચીફ મિનિસ્ટર જગદીશ ગૌરવના રોલમાં સચિન જોવા મળશે. આ શોમાં અતુલ કુલકર્ણી અને પ્રિયા બાપટ પણ લીડ રોલમાં દેખાશે

સચીન પિળગાંવકર

સચીન પિળગાંવકર

સચિન પિળગાવકરે જણાવ્યું હતું કે મેં નાગેશ કુકુનુરને કારણે ‘સિટી ઑફ ડ્રીમ્સ’ સાઇન કરી હતી. એની બીજી સીઝન ૩૦ જુલાઈએ ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ થવાની છે. એમાં ચીફ મિનિસ્ટર જગદીશ ગૌરવના રોલમાં સચિન જોવા મળશે. આ શોમાં અતુલ કુલકર્ણી અને પ્રિયા બાપટ પણ લીડ રોલમાં દેખાશે. તેમણે બાળકોને સેક્સ એજ્યુકેશન આપતી ૬ એપિસોડ્સની વેબ-સિરીઝમાં કામ કર્યું હતું. એ વિશે સચિન પિળગાવકરે કહ્યું હતું કે ‘મેં ત્યારે વેબ-સિરીઝમાં કામ કર્યું હતું જ્યારે લોકો એના વિશે માત્ર વિચારતા જ હતા. મેં યશરાજ ફિલ્મ્સની સિસ્ટર કન્સર્ન Y ફિલ્મ્સની ૨૦૧૬માં આવેલી ૬ એપિસોડ્સની વેબ-સિરીઝ ‘સેક્સ ચૅટ વિથ પપ્પુ ઍન્ડ પાપા’માં કામ કર્યું હતું. એમાં બાળકોને સેક્સ એજ્યુકેશન વિશે માહિતી આપવામાં આવી હતી. મને લાગે છે કે મારી જનરેશનનો હું પ્રથમ વ્યક્તિ હતો જેણે વેબ-સિરીઝમાં કામ કર્યું હોય. મને નથી લાગતું કે એ સમયે કોઈએ વેબ-સિરીઝમાં હાથ અજમાવ્યા હોય.’

ત્યાર બાદ તેમણે ૨૦૧૯માં આવેલી વેબ-સિરીઝ ‘સિટી ઑફ ડ્રીમ્સ’માં કામ કર્યું હતું. એમાં કામ કરવાનું કારણ જણાવતાં સચિને કહ્યું હતું કે ‘વેબ-સિરીઝ ‘સિટી ઑફ ડ્રીમ્સ’ સાઇન કરવાનું મારું મુખ્ય કારણ નાગેશ કુકુનુર હતું. હું એ વ્યક્તિનો ફૅન છું. અમે સાથે જ સારા ફ્રેન્ડ્સ પણ છીએ. એક દિવસ મને કૉલ આવ્યો હતો કે નાગેશ કુકુનુર તમને મળવા માગે છે. મેં પણ કહ્યું કે હા તે મારો ફ્રેન્ડ છે. એ વ્યક્તિએ મને કહ્યું કે તેઓ વેબ-સિરીઝ ડિરેક્ટ કરવા માગે છે અને અમને જાણ નથી કે તમે વેબ -સિરીઝ કરશો કે નહીં. આ અગાઉ તમે કોઈ વેબ-સિરીઝ કરી છે કે નહીં. એથી મેં એ વ્યક્તિને જણાવ્યું કે એવું નથી કે મેં વેબ-સિરીઝ નથી કરી. તેને માટે પણ આ એક ન્યુઝ હતા અને એ જાણીને તે પણ ખૂબ ખુશ હતો.’

 

27 July, 2021 03:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

વેબ સિરીઝ

‘હૉસ્ટેજિસ’ની ત્રીજી સીઝનની તૈયારી શરૂ

હૉટસ્ટારના સુપરહિટ શોની આ ત્રીજી સીઝનમાં પહેલી સ્ટોરી પૂરી કરવામાં આવશે

22 July, 2021 12:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

ધ એમ્પાયર’ લઈને આવ્યો નિખિલ અડવાણી

ઇન્ડિયામાં અત્યાર સુધી બનેલા કોઈ પણ શો કરતાં એ એકદમ ગ્રૅન્ડ હોવાનું કહેવામાં આવી રહ્યું છે

14 July, 2021 01:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

‘ગ્રહણ’ મારી લાઇફનો સૌથી ડિફિકલ્ટ રોલ

ગુરુસેવકનું કૅરૅક્ટર કરતા પવન મલ્હોત્રા કહે છે, ‘શૂટિંગ વખતે હું સૂઈ નહોતો શક્યો’

14 June, 2021 11:15 IST | Mumbai | Rashmin Shah

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK