Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > Gandhi Web Series: એ. આર રહેમાનનાં અફલાતૂન મ્યુઝિકથી સજશે હંસલ મહેતાની ‘ગાંધી’ સીરિઝ

Gandhi Web Series: એ. આર રહેમાનનાં અફલાતૂન મ્યુઝિકથી સજશે હંસલ મહેતાની ‘ગાંધી’ સીરિઝ

Published : 02 October, 2024 12:44 PM | Modified : 02 October, 2024 12:54 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Gandhi Web Series: આને ઓસ્કાર અને ગ્રેમી એવોર્ડ વિજેતા સંગીતકાર એઆર રહેમાનનું કંપોઝિશન મળ્યું છે. જે આ વેબસીરીઝને એક નવી જ ઊંચાઈ આપશે એમાં કોઈ બેમત નથી.

`ગાંધી` સીરિઝ

`ગાંધી` સીરિઝ


કી હાઇલાઇટ્સ

  1. એ આર રહેમાન કહે છે કે ગાંધીજીની યુવાવસ્થાને જોવી એ સાક્ષાત્કાર છે
  2. આ સીરિઝ ‘ગાંધી બિફોર ઇન્ડિયા’ અને ‘ગાંધી: દ ઇયર્સ દેટ ચેન્જ્ડ દ વર્લ્ડ` બુક પર આધારિત છે
  3. હંસલ મહેતાએ આજે  `ગાંધી` વેબ સિરીઝની સત્તાવાર જાહેરાત કરી છે

આજે જ્યારે સમગ્ર દેશ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ ઊજવી રહ્યો છે ત્યારે તેમની પર બનેલ `ગાંધી` વેબસીરિઝ (Gandhi Web Series)ને પણ અચૂક યાદ કરવી પડે. વળી આજે ગાંધી જયંતીના અવસરે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે કે અભિનેતા હંસલ મહેતાએ આજે  `ગાંધી` વેબ સિરીઝની સત્તાવાર જાહેરાત કરી છે. જોકે, આ વેબસીરીઝ છેલ્લા ઘણા મહિનાઓથી ચર્ચામાં રહી છે.


કોણ છે લીડ રૉલમાં અને કોણ આપશે સંગીત?



હંસલ મહેતાએ મહાત્મા ગાંધી પર બનેલ વેબસીરિઝ (Gandhi Web Series)ની જાહેરાત સાથે જ તેમાં કયો એક્ટર લીડ રૉલ કરવાનો છે અને કોનું સંગીત હશે તેની પણ જાહેરાત થઈ છે. જોકે, એક્ટરનું નં બહુ છુપું નથી. આ એક્ટર બીજું કોઈ નહીં પણ એ છે પ્રતીક ગાંધી! પ્રતિક ગાંધી વેબ સિરીઝમાં મહાત્મા ગાંધીની મુખ્ય ભૂમિકામાં જોવા મળવાનો છે.


આ સાથે જ તમને જણાવી દઈએ કે `ગાંધી` વેબ સિરીઝને ઓસ્કાર અને ગ્રેમી એવોર્ડ વિજેતા સંગીતકાર એઆર રહેમાનનું કંપોઝિશન મળ્યું છે. જે આ વેબસીરીઝને એક નવી જ ઊંચાઈ આપશે એમાં કોઈ બેમત નથી.

હંસલ મહેતાના નિર્દેશનમાં બની રહેલી આ વેબસીરિઝ (Gandhi Web Series) લેખક રામચંદ્ર ગુહા દ્વારા શબ્દદેહ આપવામાં આવ્યો છે. એ વાતની ખાતરી તો આપી જ શકાય છે કે દર્શકોએ આ પહેલા ક્યારેય સ્ક્રીન પર આવો અનુભવ નહીં જ કર્યો. ખાસ કરીને આ સીરિઝમાં એ.આર. રહેમાનનો સમાવેશ થયો છે તે ખૂબ મોટી વાત છે!


સંગીતકાર એ.આર. રહેમાને વ્યક્ત કર્યો આનંદ

સંગીતકાર એ.આર. રહેમાને આ મુદ્દે પોતાનો આનંદ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ગાંધીજીની યુવાવસ્થાને જોવી એ સાક્ષાત્કાર છે. સત્ય, જીવન અને અન્ય ઘણી બાબતો સાથેના તેમના પ્રયોગો તેમના પાત્રનું રેખાચિત્ર ઉપસાવે છે. હું એપલોઝ એન્ટરટેઈનમેન્ટ અને હંસલ મહેતાના નિર્દેશનમાં આ સીરિઝમાં મ્યુઝિક આપવા ખૂબ જ ઉત્સાહિત છું.

શું છે આ સીરિઝમાં? ક્યારે થશે રીલીઝ?

હંસલ મહેતાની વેબ-સિરિઝ ‘ગાંધી’  (Gandhi Web Series) મુખ્યત્વે જાણીતા ઇતિહાસકાર રામચંદ્ર ગુહાનાં પુસ્તકો ‘ગાંધી બિફોર ઇન્ડિયા’ અને ‘ગાંધી: દ ઇયર્સ દેટ ચેન્જ્ડ દ વર્લ્ડ, 1914-1948’ પર આધારિત છે. આ સીરિઝમાં ખાસ તો મોહનદાસ કરમચંદ ગાંધીની લંડનમાં કાયદાના વિદ્યાર્થી તરીકેની ભૂમિકા અને ટે બાદ સાઉથ આફ્રિકામાં વકીલાત અને નાગરિક અધિકાર કાર્યકર તરીકેના જીવનના પ્રારંભિક વર્ષોને રજૂ કરવામાં આવ્યા છે. આ સિરીઝમાં મુખ્ય તો ગાંધીબાપુની એ વિચારધારાને વણવામાં આવી છે કે થકી અંતે ભારતને બ્રિટિશ શાસનણ પાસેથી આઝાદી મળી. આઝાદી આંદોલનમાં તેમની મુખ્ય અને મહત્વની ભૂમિકા માટે ગાંધી મહાત્મા તરીકેનું બિરુદ પામ્યા છે.  જોકે, આ ગાંધી સિરીઝની રિલીઝ ડેટ અંગે હજુ સુધી જ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી.

Whatsapp-channel Whatsapp-channel

02 October, 2024 12:54 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK