ભુવન બામ ‘તાઝા ખબર’ અને ‘રફ્તા રફ્તા’ સિરીઝમાં દેખાયો હતો.

ભુવન બામ
ભુવન બામ હવે પોતાના પ્રોડક્શન હાઉસના માધ્યમથી નવી ટૅલન્ટને પ્લૅટફૉર્મ આપવાનો છે. એના માટે તે નાનાં શહેરોમાં વસતા ટૅલન્ટેડ લોકોને કામ આપશે. ભુવન બામ ‘તાઝા ખબર’ અને ‘રફ્તા રફ્તા’ સિરીઝમાં દેખાયો હતો. તેના પ્રોડક્શન હાઉસનું નામ ‘BB કી વાઇન્સ’ છે. તે રોહિત રાજ સાથે મળીને એ પ્રોડક્શન હાઉસ ચલાવે છે. ટૅલન્ટેડ લોકોને મંચ આપવા વિશે ભુવન બામે કહ્યું કે ‘હું જાણું છું કે સ્ટ્રગલ શું છે અને જે બહારથી આવે છે તેમની પાસે ઇન્ડસ્ટ્રીના લોકોના કોઈ કૉન્ટૅક્ટ્સ ન હોવાથી તેમના પર શું વીતે છે. આજે હું જે કાંઈ પણ છું એ દેશના લોકોએ આપેલા પ્રેમને કારણે છું. હવે આવી રીતે હું તેમનો આભાર માનવા માગું છું. નાનાં શહેરોમાંથી આવતા ટૅલન્ટેડ લોકોને મારા પ્રોડક્શન હાઉસના માધ્યમથી એક મંચ આપીશ કે જેમને મોટા શહેરના તેમના સમોવડિયાની જેમ એક્સપોઝર નથી મળતું. આ નાનકડો પ્રયાસ કોઈના જીવન પર મોટી છાપ છોડી જશે.’

